તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં રમાશે પ્રથમ ગુજરાત સુપર ટેબલ ટેનિસ લીગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

first time in surat

સિટી રિપોર્ટર . સુરત

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા ગુજરાત ટેબલ ટેનિસ સુપર લીગનું આયોજન કરવામાં આ‌વ્યું છે જે અંતર્ગત ટૂર્નામેન્ટનું લોંચિંગ કાર્યક્રમ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટેની ફ્રેન્ચાઈઝી, તારીખો અને સ્થળની જાહેરાત કરી હતી. મે મહિનામાં પ્રથમ સિઝનની ચાર દિવસની ઇવેન્ટ સુરત ખાતે યોજાશે. જેમાં પાંચ ટીમ ભાગ લેશે. આ લીગ બે ફોર્મેટમાં રોબિન અને ત્યારબાદ એલિમિનેટર ધોરણે રમાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટીટીએફઆઈ દ્વારા આ લીગને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. દિવસ દરમિયાન યોજાયેલી નેશનલ અને સ્ટેટ કોચની હરાજીમાં નેશનલ અને સ્ટેટ કોચ તેમની બેઝ પ્રાઇસ પર ખરીદાયા હતા. ખેલાડીઓ માટેની હરાજી ટૂંક સમયમાં થવાની હોઈ કોઈ ખેલાડીના નામની જાહેરાત થઈ ન હતી. અર્જૂન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ, માનવ ઠક્કર, સાનિલ શેટ્ટી અને સૌમ્યજિત ઘોષ આ લીગમાં રમશે. ભારતની ઇન્ટરનેશનલ વિમેન્સ ખેલાડી ક્રિત્વિકા સિંહા રોય, પૂજા સહસ્ત્રબુદ્ધે અને રીથ રિશ્યાએ લીગમાં ભાગ લેવા માટે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના માનુષ શાહ, ઇશાન હિંગોરાણી, જિજ્ઞેશ જયસ્વાલ, નામના જયસ્વાલ, દિવ્યા ગોહીલ અને ફિલઝાહ ફાતીમા કાદરી પણ હરાજીમાં સામેલ થશે. કુલ 6 લાખની ઇનામી રકમ આપવામાં આવશે જેમાં વિજેતા ટીમને 3.5 લાખ, રનર અપને 2 લાખ અને પ્લેયર્સ એવોર્ડમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો