તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરિયાણા વેપારીને નવું ATM કાર્ડ ચાલુ કરવામાં મદદ લેવાનું રૂપિયા 65 હજારમાં પડ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન સાંઈનગર ખાતે રહેતા ને કરિયાણા વેપારી મહેશ જગન્નાથ સોની નવો એટીએમ કાર્ડ આવતાં તેને ચાલુ કરાવવા માટે 5મીએ પાંડેસરા બાટલીબોય એસબીઆઇના એટીએમમાં ગયો હતો. દરમિયાન ત્યાં એક શખ્સ મદદના બહાને ત્યાં આવી નવો કાર્ડ ચાલુ કરી આપવાની વાત કરી હતી. જોકે, એટીએમ બંધ હોવાથી મદદ કરનાર શખ્સ તેને નજીકમાં પાંડેસરા જીઆઈડીસી પ્રતિભા મીલ પાસે એટીએમમાં લઈ ગયો હતો. જ્યાં અજાણ્યાએ નવો કાર્ડ ચાલુ કરી આપી પીન નંબર જાણી લઈ નજર ચુકવીને એટીએમ કાર્ડ જ બદલી નાંખ્યો હતો, બાદ અજાણ્યાએ વેપારીના ખાતામાંથી ઉધના દરવાજા પાસે ઇન્દોર ઈલેક્ટ્રોનિક્સમાંથી 45 હજારની ખરીદી કરી ને 20 હજાર એટીએમમાંથી ઉપાડી લીધા હતા. ચીટરે વેપારીના ખાતામાંથી 65 હજારની રકમ ઉપાડી લેતાં પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે.

વરાછામાં મોપેડચાલકે યુવકને ટક્કર મારીને નજર ચૂકવી 1 લાખ ચોરી લીધા
સુરત ઃ વરાછામાં માતાવાડી ખાતે મોહનની ચાલ પાસેથી ચાલતા જતા યુવકને મોપેડ સવારે ટક્કર મારીને ઝઘડો કરીને રૂ.1 લાખ ચોરી કરી લીધા હતા. પુણા માન સરોવર-2 પાસે શિવમંદિર સોસા.માં રહેતા જનક જેઠાભાઈ ચભાડીયા વરાછામાં માતાવાડીમાં હીરાના કારખાનામાં નોકરી કરે છે. તેમણે પિતાજીના ઘૂંટણના ઓપરેશન માટે 1 લાખ ભેગા કર્યા હતા. તે રૂપિયા 6 તારીખે સેફ ડિપોઝિટમાં મૂકવા માટે ચાલતા-ચાલતા મોહનની ચાલ પાસેથી જતી વખતે પાછળથી મોપેડ પર આવેલા યુવકે તેને ટક્કર મારીને ઝઘડો કર્યો હતો. બાદ 2 અજાણ્યાએ અાવીને ઝઘડો કેમ કરો છો એવું કહ્યું. બાદ તેઓ ત્યાંથી નિકળી ગયા. થોડા સમયમાં બાદ ખબર પડી કે ઝઘડો કરનારાઓએ તેમના ખિસ્સામાંથી રોકડા 1 લાખ ચોરી કરી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...