તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજ-કોન્ટ્રાક્ટરને ખંડણીની ધમકી, ત્રણ પત્રકાર ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી અનાજના ગોડાઉનના કોન્ટ્રાક્ટરને ખંડણી માટે ધમકી આપનારા એક ચેનલના ત્રણ પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે ત્રણેની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા ખાતે કૈલાસનગર ખાતે રહેતા સરકારી અનાજના ગોડાઉન પર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. બે દિવસ પહેલા તે ગીતાંજલી સરકારી અનાજના ગોડાઉન પાસે આરોપી હિરેન વસંતલાલ મહેતા, આસિફ યાકુબ મંસૂરી અને અભિષેક જીતેન્દ્ર કટારિયા ભીમસિંગને મળ્યા. તેઓએ પોતાની ઓળખ ચેનલના પત્રકાર તરીકે આપીને તમે ખોટું કામ કરો છો તમારે પાંચ હજાર રૂપિયા આપવા પડશે એવું કહીને ધમકી આપી હતી. ભીમસિંગે ત્રણે વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે ત્રણેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...