તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર ધર્મના આધારે ભાગલા કરવા માંગે છે: યશવંત સિન્હા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યશવંત સિંહા સાથે શહેર કોંગ્રેસના નેતાઓ પણ સીએેએના વિરોધમાં જોડાયા હતા.

પોલિટિકલ રિપોર્ટર | સુરત

દેશમાં ગરીબી, બેકારી, મોંઘવારી, મંદી જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર સીએએ-એનઆરસી લાવી દેશમાં ધર્મના આધારે ભાગલા કરવા માંગે છે એવો આરોપ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ કર્યો હતો. સીએએ, એનઆરસી સહિતના મુદ્દે દેશમાં શાંતિ અને સમજદારીનો સંદેશ આપવા માટે રાષ્ટ્રમંચ દ્વારા ગાંધી શાંતિયાત્રા 9મીએ મુંબઇથી પ્રસ્થાન થઇ હતી. આ ગાંધી શાંતિયાત્રા રવિવારે સુરત આવી પહોંચી હતી. જેમાં યશવંત સિંહા પણ જોડાયા હતા.

પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી યશવંત સિન્હાએ જણાવ્યું કે, દેશની સ્થિતિ ભાજપ સરકારની ખોટી નિતીના કારણે હાલમાં દેશમાં અશાંતિનો માહોલ છે. નવયુવાનોના વિરોધ પ્રદર્શનને સરકાર બળપૂર્વક કચડવા પર ઉતરી છે. જ્યાં પણ હિંસાઓ થઇ તે ભાજપ શાસિત પ્રદેશમાં જ થઇ છે. યુ.પી અને કર્ણાટકમાં ભાજપ શાસિત સરકાર છે. જ્યારે ભાજપ શાસિત વગરના પ્રદેશમાં હિંસા થઇ નથી. દેશમાંથી સીએએનો કાયદો રદ કરાઇ, એનઆરસી લાગુ નહીં થાય અને દેશમાં યુવાનો પર થયેલા હુમલા અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ એ જ અમારી માંગણી છે. દેશમાં શાંતિનો માહોલ પ્રસરે તે માટે ગાંધી શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 30 જાન્યુઆરીએ 30મી દિલ્લી રાજઘાટ ખાતે યાત્રા સંપન્ન થશે. સોમવારે વડોદરા તરફ પ્રસ્થાન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો