તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GJEPCએ 300 વિદ્યાર્થીઓને 16.70 લાખની ફી સહાયના ચેકનું વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીજેઈપીસી દ્વારા પ્રોજેક્ટ પ્રતિભા અંતર્ગત જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કારર્કિદી બનાવવા વિષય પર યોગીચોક પુમા વિસ્તારમાં આવેલી આશાદીપ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચર્ચા ગોષ્ઠી યોજાય હતી. જેમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝ સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ એવા 300 વિદ્યાર્થીનીઓને રૂ.16.70 લાખ રૂપિયાની ફી સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યા છે.

જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જીજેઈપીસીનો પ્રતિભા પ્રોજેક્ટ મુખ્યત્વે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કારર્કિદી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરુ પાડવમાં આવે છે.જોકે, છેલ્લાં 8 થી 10 મહિનાથી ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝમાં સ્લો ડાઉન ચાલી રહ્યું છે. ઘણાં મેન્યુફેક્ચરીંગ યુનિટ્સ બંધ થયા છે. તેમજ કેટલાંકે પ્રોડક્શન કેપિસીટી ઘટાડી દીધી છે. ઘણાં રત્નકલાકારો પણ બેરોજગાર બન્યા છે અથવા તો કેટલાંકનો પગાર પણ ઘટી ગયો છે. આવા કપરા સમયમાં કેટલાક પરિવાર માટે સ્કૂલની ફીનું ભરવી મુશ્કેલ થઈ પડી છે. છેલ્લાં થોડા મહિના પૂર્વે ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝ કરિયર ફાઉન્ડેશન(ડીસીઆઈએફ), રત્નઆભૂષણ વેલફેર ટ્રસ્ટ સુરત તથા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશને (જીજેએનઆરએફ) કરેલા સર્વેના આધારે બુધવારે પુણા-યોગીચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 140 સ્કૂલમાં અભ્યાસ કરતાં એવા રત્નકલાકારોના 300 બાળકોની રૂ.16.70 લાખની ફીના ચેક સહાય તરીકે વિતરણ કરવામાં આવ્યા છે.

જેમ એન્ડ જ્વેલરીમાં કારર્કિદી બનાવવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા

_photocaption_જીજેઈપીસી દ્વારા વિદ્યાર્થીઓને ફી સહાયના ચેકનું વિતરણ કરાયું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો