અઠવાલાઇન્સ સંઘમાં ગિરિરાજ શેત્રુંજયની ભાવયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આચાર્ય ઓમકારસૂરિ અને અરિહંતસિદ્ધસૂરિ મહારાજ સાથે ત્રણ પુણ્યાત્માઓના ગુણાનુવાદ સાથે ત્રિદિવસીય સભાનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ગુરૂવારે આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજના વડીદીક્ષાદિનની અનુમોદના કરાઈ હતી. આ સાથે આજથી અઠવાલાઈન્સ સંઘમાં નિત્ય સભા ચાલુ રહેશે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં અઠવાલાઈન્સ જૈન સંઘમાં 200 જેટલાં સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં ત્રણ પુણ્યાત્માઓના ગુણાનુવાદ કરાયા હતા. આ અંગે અજિત મહેતાએ જણાવ્યું હતું કે સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે આચાર્ય ઓમકારસૂરિ અને અરિહંતસિદ્ધસૂરિ મહારાજના ગુણાનુવાદ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...