પેઢીઓ બદલાઈ જાય પણ એક સરસ વાત રહી જવી જોઈએ તે છે જેન્ટલ સ્પર્શ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકોની ચામડી સેન્સીટીવ હોય છે અને ઍડલ્ટ વ્યક્તિ કરતા 3 ગણી પાતળી હોય છે. વધુ પડતો ભેજ આવે તો સ્કિન ડિસીઝ થઈ શકે શકેે. નાના બાળકોની સ્કીન ટેન્ડર હોય એટલે સામાન્ય સાબુ કે જેમાં હાનિકારક કેમિકલનું પ્રમાણ વધારે હોય તે ન વાપરવાં જોઈએ. બાળકો માટે ચોક્કસ બેબી શોપ હોવો જોઈએ જેમાં હાનિકારક કેમિકલ ન હોય.

એવી જ રીતે બાળકો માટે સ્પેશિયલ ડિઝાઈન કરેલુ હાનિકારક કેમિકલ થી મુક્ત ઓઈલ વાપરવાં થી સ્કીન ને નુકશાન ન થાય. જેન્ટલ સ્પર્શનો સીધો અર્થ માતાનો વિશેષ સ્પર્શ હોય છે. શીશુને માતાની છાતી સાથે લગાવવું જોઈએ આ જેન્ટલ સ્પર્શ થી માતા અને શિશુ વચ્ચે ઈમોશનલી જોડાણ આવે છે. દિવ્ય ભાસ્કર પ્રસ્તુત જ્હોનસન્સ જેન્ટલ સ્પર્શ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર મહિલાઓને બાળકોની સ્કિનની સંભાળ રાખવાની ટીપ્સ અપાઈ હતી. સિટીલાઈટ સાયન્સ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ ડો. નિર્મલ ચોરારીયા, આરોગ્ય અધિકારી ડૉ.પરેશ સુરતી પ્રતિષ્ઠિત સમાજસેવી ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ્હોનસન એન્ડ જ્હોનસનના ચીફ દેવાંગ રાણાનો સહયોગ સારો રહ્યો હતો. ડો.પરેશ સુરતીએ કહ્યું હતું કે બાળકનો ગ્રોથ ચાર્ટ ખબર પડવો જોઈએ માતા-પિતા જ્યારે પોતે બાળકનાં ગ્રોથનુ ફોલોઅપ લેશે ત્યારે જ ગ્રોથ ચાર્ટ ખબર પડશે. પેરેન્ટ્સ તરીકે આપણે અમુક આદતો પાડવી પડે હેન્ડ વોશની આદત બાળક સમજતું થાય ત્યાર થી શીખવવી જોઈએ. પોતાના બાળકમાં સારા ગુણો કેળવવાની પહેલી ચાવી પેરેન્ટ્સ છે અને બીજી ચાવી તબીબો છે.

પ્રથમ 3 દિવસ સ્પંજ 5માં દિવસથી બાથ, 10 દિવસ પછી મસાજ યોગ્ય


પ્રશ્ન ઃ બાળક જન્મે એટલે એને માલિસ કરવાનું, નવડાવવાનું એમાં નાળ ખરવા સુધી રાહ જોવી જોઈએ કે રોજ સ્પંજ કરાવવું જોઈએ?

જવાબ : જો બાળક હોસ્પિટલમાં જન્મ્યું હોય તો હોસ્પિટલમાં ફક્ત સ્પંજ કરે અને ઘરે ગયા પછી બાથ શરૂ કરી શકો પહેલા ત્રણ દિવસ સ્પંજ કરો પાંચમા દિવસથી બાથ કરાવો અને સારા બ્રાન્ડેડ પાતળા ચીકાસ ઓછી હોય તેવા તેલથી મસાજ દસ દિવસ પછી કરવો એટલે ત્યાં સુધીમાં નાળ પણ ખરી જાય.

પ્રશ્ન ઃ મારી બેબી અઢી મહિનાની છે ગળા પર ઝીણી ઝીણી ફોલ્લી થઈ છે પિડિયાટ્રિશિયનને પુછ્યું તો સ્કીન ડ્રાય હોવાનું જણાવ્યું ટ્યૂબ આપી તેના સાઇડ ઈફેક્ટ થાય છે ઝીણી ફોલ્લી થાય છે?

જવાબ ઃ ઘણીવાર ગળાના ભાગે પેશાબની જગ્યાએ સાઇડનો ભાગ જ્યાં કરચલી પડતી હોય છે ત્યાં ભેજ થાય તેમાં નાની નાની ફોડકીઓ નીકળી આવે જે મોટા ભાગે ફંગલ ઇન્ફેક્શન હોય છે ફૂગનો ચેપ લાગ્યો હોય શકે જેથી ડોક્ટરની સલાહ પ્રમાણે ટ્યૂબ લગાવવી.

પ્રશ્ન ઃ 6 માસ પછી ખોરાક આપવાની શરૂઆત કેવી રીતે કરવી?

જવાબ ઃ 6 માસ સુધી માત્ર સ્તનપાન કરાવવું જોઈએ 6 માસ પછી સરળતાથી ડાઇજેસ્ટ થઈ શકે તેવો ભાતનો ઓસામણ જેવો પ્રવાહી ખોરાક શરૂ કરી શકાય. 9 માસ પછી ધીમે ધીમે પ્રવાહી ખોરાક પરથી ઘટ્ટ ખોરાક તરફ જવું જોઈએ.

_photocaption_જ્હોનસન્સ જેન્ટલ સ્પર્શ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને બાળકોની સ્કિનની સંભાળ રાખવાની ટીપ્સ અપાઈ હતી.*photocaption*

_photocaption_સિટીલાઈટ સાયન્સ સેન્ટરમાં કાર્યક્રમનો પ્રારંભ દિપપ્રાગટ્યથી કરાઈ*photocaption*

નવજાત બાળકને મોઢા વાટે સૌથી પહેલા માતાનું દૂધ જ આપવું જોઈએ

ડૉ. નિર્મલ ચોરારીયાએ જણાવ્યું હતું કે આ દુનિયાનું કોઈ અમૃત હોય તો તે માતાનું ધાવણ છે. બાળકને સૌથી પહેલા મોઢામાં પ્રવાહી માતાનું દૂધ આપવું જોઈએ જે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો માતાને દુધ ઓછું આવતું હોય ત્યારે જો બીજું દૂધ આપવું પડે તો બે થી ત્રણ દિવસ બાદ તે બંધ કરી પરત માતાનું દુધ શરૂ કરવું જોઈએ. 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવું જોઈએ અને ત્યાર બાદ પણ બે વર્ષ સુધી અન્ય ખોરાકની સાથે માતાનું દુધ બાળકને આપવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, બાળક માટે ચોક્કસ હાનિકારક કેમીકલથી મુક્ત બેબી શોપ હોવો જોઈએ તેમજ સ્પેશિયલ ડિઝાઈન ઓઈલ વાપરવાથી બાળકની ચામડીને નુકસાનથી બચાવી શકાય છે.

ગર્ભમાં હોય ત્યારે મા બાળક સાથે સંવાદ કરે તેનાથી બોન્ડિંગ થાય ઃ ગીતાબેન શ્રોફ

પ્રતિષ્ઠિત સમાજ સેવિકા ગીતાબેન શ્રોફએ કહ્યું હતું કે, મારા મમ્મીએ અમારા માટે અમે અમારા બાળકો માટે તો મારે તો આ લગભગ ચોથી પેઢી કહી શકાય જે હાનિકારક કેમિકલ પ્રોડક્ટસની જગ્યાએ જ્હોનસન એન્ડ જ્હોનસનની પ્રોડક્ટ્સ વાપરીએ છીએ. જ્હોન્સને ક્યારેય જેન્ડર બાયસ નથી રાખ્યો આપણે જન્મની સાથે રમકડાથી ફરક શરૂ કરી દઈએ છીએ. પેઢીઓ બદલાઈ જાય પણ એક સરસ વાત રહી જવી જોઈએ તે છે જેન્ટલ સ્પર્શ આપણી કાળજી એની એજ રહેવી જોઈએે.
અન્ય સમાચારો પણ છે...