ગૌરક્ષકો ભડક્યા : દેખભાળ ન થતાં ઈજાગ્રસ્ત ગાય પાલિકામાં લઈ આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નઘણીયાત રખડતી ગાયો અને ગૌવંશો અંગે પાલિકા દુર્લક્ષ સેવતી આવતી હોય ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. શહેરમાં તરછોડી દેવામાં આવતી ગાયો રખડતું ભટકતું જીવન જીવીને બિમાર અને અકસ્માતનો ભોગ બની મરણોન્મુખે પહોંચી જતી હોય છે. પાલિકાની ગૌવંશ માટે અપુરતી સુવિધા હોય પાલિકાની કામગીરીથી ગૌરક્ષકોમાં નારાજગી છે. ગુરુવારે ગૌરક્ષકો રસ્તા પર એક અકસ્માતગ્રસ્ત કણસતી અવસ્થામાં પડેલી ગાયને આખરે મહાપાલિકા ખાતે લઈ આવ્યાં હતાં. ગૌરક્ષકોની માંગ હતી કે, પાલિકાએ બનાવેલા સ્થાનોમાં તરછોડી દેવાયેલી ગાયોની દેખભાળ યોગ્ય થતી નથી. બિમાર અને કમરેથી ગંભીર ઈજાગ્રસ્ત મળી આવતી ગૌ માતાની સારવારથી લઈ યોગ્ય રખવાળી થવી જોઈએ.

ગાયોની દુદર્શા સામે રોષ
અન્ય સમાચારો પણ છે...