ગઠિયાએ ‘ધાર્મિક કાર્યમાં દાન કરવું છે’ કહી 288 કિલો ચા લઈ જઈ પેમેન્ટ ન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગળ ખાતે જીવરાજ ચા વાળા સાથે ગઠિયાએ 1,00,800 રૂપિયાની છેતરપિંડી કરી છે. ગઠિયાએ ફોન કરીને કહ્યું કે, ધાર્મિક કાર્યમાં ચા દાન કરવાની છે એવું કહીને સસ્તામાં 288 કિલો ચા લઈ જઈને ચાના 1,00,800 રૂપિયા ચૂકવ્યા ન હતા.

ભાગળ પર રૂંવાળા ટેકરા પર જીવરાજ ચાની દુકાન આવેલી છે. ડિસેમ્બર 2018માં ગઠિયાએ દુકાન પર મેનેજરને ફોન કરીને પોતાનું નામ રાજીવ નારંગ ઉર્ફ રોહન (રહે. શીતલ સોસાયટી,ઘોડદોડ રોડ) જણાવીને ચાનો ઓર્ડર આપ્યો હતો. કહ્યું કે ધાર્મિક કાર્યમાં ચા દાન કરવાની છે કહીને સસ્તામાં 288 કિલો ચા ખરીદી હતી. તેનું પેમેન્ટ 1,00,800 રૂપિયા થાય છે. રાજીવે કહ્યું કે, ઓનલાઇન તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. રાજીવે ટેમ્પો મોકલ્યો તેમાં 288 કિલો ચા મોકલી દેવામાં આવી હતી. ત્યાર બાદ રાજીવે જીવરાજ ચાના મેનેજર જસરાજ કરનાજી પુરોહિત ને બોગસ મેસેજ મોકલ્યો કે, તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. ત્યાર બાદ રાજીવે પેમેન્ટ કર્યું ન હતું. જસરાજે ચાર મહિના પછી મહિધરપુરા પોલીસમાં રાજીવ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...