મહિલા વકીલો દ્વારા ગરબાનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત|ધી સુરત ડિસ્ટ્રીક્ટ લેડી અેડવોકેટ્સ એકટીવ કમિટીના કન્વીનર અને સ્થાપક પ્રીતિ જિજ્ઞેશ જોષી, શોભના પી. છાપીયા, ચેતના શાહ, ભારતી મુખરજી, દીપિકા ચાવડા, સોનલ શર્મા, નીતા પટેલ સહિતનાં મહિલા વકીલો દ્વારા છેલ્લા 11 વર્ષથી નવરાત્રિની પ્રથમ રાત્રિએ પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં અાવે છે. તે મુજબ આ વખતે 29 સપ્ટેમ્બરના રોજ સાંજે 9 કલાકે પટેલ પ્રગતિ મંડળની વાડી, હનીપાર્ક રોડ, અડાજણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સુરતનું પ્રતિનિધિત્વ કરવા વરાયેલા હોદ્દેદારોનું શાલ ઓઢાડી સન્માન કરાશે. ગરબામાં ગુજરાતી ફિલ્મી કલાકારો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...