તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી કોલેજે મ્યુઝિક, ડાંસ, પેઇન્ટિંગ અને ક્વિઝમાં 10 એવોર્ડ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અંતગર્ત વાપીથી તાપી સુધીની ઝોન-5ની તમામ કોલેજો માટે ત્રિ-દિવસીય યૂથ ફેસ્ટિવલ એસ એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ખાતે યોજાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતની 40થી વધુ કોલેજોના 532 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ‘ક્ષિતિજ 2019’ના નામે આ યૂથ ફેસ્ટિવલ યોજવવામાં આવ્યો હતો. આ સ્પર્ધા 5 જુદી જુદી કેટેગરીમાં યોજાઇ હતી. જેમાં મ્યુજિક કેટેગરી માં 12 ડાંસ કેટેગરી માં 5, લિટરેચર માં 2, થિએટરમાં 5, વોકલ સોંગમાં 2, ક્વિઝમાં 5 અને પેઇન્ટિંગમાં 5 મળી 36 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતની ડો. એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઈજનેરી કોલેજની ટીમે 10 સ્પર્ધાઓમાં જીત હાંસલ કરી હતી. ગાંધી કોલેજની ટીમ ઇન્ડિયન ગ્રુપ સોંગમાં પ્રથમ, કોલાજ મેકિંગમાં બીજા ક્રમે, મહેંદીમાં પ્રથમ અને બીજી 5 સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આ આઠમો યૂથ ફેસ્ટિવલ યોજાયો હતો. વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. ટીમ લીડર તરીકે પ્રો. પ્રશાંત ચૌહાણ અને દુષ્યંત ભોજક હાજર હતા.

Competition

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...