તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગચ્છાચાર પયન્ના એટલે સાધુઓનો નીતિ ગ્રંથઃ આચાર્ય હેમચંદ્રસાગરસૂરિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિનશાસનમાં સાધુઓ માટે સ્પષ્ટ આચારો આગમોમાં દર્શાવ્યા છે. તેમાં ગચ્છાચાર પયન્ના એટલે સાધુઓ માટેનો નીતી ગ્રંથ કહેવાય છે. એમાં સંદેશ છે કે એકલા આવ્યા, એકલા જવાના, પરંતુ એકલા જીવવાનું નથી. આચાર્ય હેમચંદ્રસાગરસૂરિ મહારાજે ગુરૂવારે કૈલાસનગરમાં આ શબ્દો કહ્યાં હતા.

શહેરના કૈલાસનગર જૈન સંઘમાં 18 દિવસના આગમ અનુષ્ઠાનમાં ગુરૂવારે ગચ્છાચાર પયન્ના પર સાધુ ભગવંતોને બોધ અપાયો હતો. આ પ્રસંગે આચાર્ય હેમચંદ્રસાગરસૂરિ મહારાજે કહ્યું કે બધાની સાથે રહેવું પડે એવું તંત્ર એટલે ગચ્છ. ગચ્છના જે અધિપતી હોય તે ગચ્છાધિપતી કહેવાય છે. સૌએ ભેગા થવું એ સૌભાગ્ય છે. ભેગા રહેવું સાધન છે અને ભેગા કાર્ય કરવું એ સફળતા છે. જે ગચ્છમાં નથી રહેતો તે ગમે તેટલો જ્ઞાની હોય છતાં સંસારમાં ભમે છે. માણસને કુદરત ત્રણ રીતે અનુશાસનમાં લાવે છે.ક્યાં તો સજાથી, ક્યાં તો સમાજને કારણે અથવા સમજ આવે તો અનુશાસન આવે. આથી આચારનું વિશેષ મહત્વ છે. પંન્યાસ વિરાગચંદ્રસાગરે કહ્યું કે આજે તો સમાજને પ્રેરણા આપે તેવા નેતાઓની નીતી પણ સ્પષ્ટ નથી. કંઈક બચાવવાની વૃત્તિ ન રાખવી જોઈએ. મોબાઈલના કારણે જગત હાથવગું થયું, પરંતુ તેના કારણે વ્યભિચારો વધતાં જાય છે. આવનારા દિવસોમાં તબીબી જ્ઞાન પણ ઇન્ટરનેટ પર મળશે.

કૈલાસનગર જૈન સંઘમાં આગમ અનુષ્ઠાનનું આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...