Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરિનું 25મીએ સવારે સુરતમાં સામૈયું કરાશે
સુરતમાં ગચ્છાધિપતી આચાર્ય અભયદેવસૂરિ મહારાજનાં આશીર્વાદથી આચાર્ય મોક્ષરત્નસૂરિ મહારાજે પાલ ગુરૂરામ પાવનભૂમિમાં અંજનશલાકા મહોત્સવની પત્રિકા રવિવારે લખી હતી. આ પ્રસંગે બે હજારથી વધુ શ્રાવકો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર મહોત્સવનો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે, તજેમાં 14 ફેબ્રુઆરીએ પરમાત્માની પ્રતિષ્ઠા કરાશે.
ગુરૂ રામસૂરિ સમુદાયના ગચ્છાધિપતી આચાર્ય અભયદેવસૂરિ મહારાજ બોરસદથી વિહાર કરી સુરત 25મીએ પધરામણી કરશે. આ અંગે આચાર્ય મોક્ષરત્નસૂરિ મહારાજે કહ્યું કે આચાર્ય અભયદેવસૂરિ મહારાજની નિશ્રામાં ગુરૂ રામસૂરિ મહારાજની યાદમાં ગુરૂરામ પાવનભૂમિ પર ફેબ્રુઆરી મહિનામાં જિનાલયનો અંજનશલાકા મહોત્સવ શરૂ થવાનો છે. આ નિમિત્તે ગચ્છાધિપતી આચાર્ય અભયદેવસૂરિ મહારાજ 25મીએ સુરત પધરામણી કરશે. આ પ્રસંગે સવારે 9 કલાકે સામૈયા સાથે ગુરૂ ભગવંતોનો પ્રવેશ કરાશે. ત્યારબાદ 1 જાન્યુઆરી સુધી દીક્ષા મહોત્સવ ચાલવાનો છે. 26 જાન્યુઆરીએ સવારે 9 કલાકે વિવિધ સંકુલોની તકતીનું અનાવરણ કરાશે અને ઘરે ઘરે તોરણ અપાશે. 30મીએ સવારે 6 કલાકે કૈલાસનગર જૈન સંઘથી ગુરૂરામ દર્શન યાત્રા પાલ પહોંચશે. ત્યારબાદ ગુરૂરામસૂરિના જન્મદિન મહાસુદ પાંચમ નિમિત્તે ગુણાનુવાદ સભા યોજાશે. બપોરે 1.30 કલાકે પાદૂકાપૂજન અને રાતે 8 કલાકે ભાવનાના કાર્યક્રમો. 31મીએ સવારે 5.30 કલાકે શક્રસ્તવ અભિષેક ત્યારબાદ ચાર મુમુક્ષુઓની વરસીદાન શોભાયાત્રા નીકળશે. સવારે 10.30 કલાકે બેઠુ વરસીદાન, સાંજે 4.30 કલાકે અંતિમ વાયણું કરી રાતે 8 કલાકે વિદાય સમારોહ યોજાશે. મહા સુદ સાતમ 1 ફેબ્રુઆરીએ 4 મુમુક્ષુઓની દીક્ષાનો સવારે 8 કલાકે પ્રારંભ થશે. 2 ફેબ્રુઆરીએ સુરત શહેર પોલીસના પરિવારજનો માટે સર્વરોગ નિદાન કેમ્પ સાથે સમારોહનું સમાપન કરાશે.