તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SVNITના ફાય. વિભાગના હેડ પતીજ શાહનું રાજીનામું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વિવાદોમાં ઘેરાયેલા એસવીએનઆઇટીના ફાયનાન્સ વિભાગના હેડ અને ડેપ્યુટી રજિસ્ટ્રાર એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતીજ શાહે રાજીનામું આપતા તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. એકાઉન્ટ સેક્શનમાં ગેરરિતીની ફરિયાદને પગલે પતીજ શાહ વિવાદમાં સપડાયા હતા ત્યારે તેમની પાસેથી રાજીનામું અપાવી દેવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ગત ગુરુવારે એમએચઆરડીની ટીમ એસએવીએનઆઇટીમાં તપાસ કરવા માટે સુરત આવી પહોંચી હતી. બે દિવસ સુધી ઓડિટ વિભાગમાં તળિયાઝાટક તપાસ કરી હતી. જેમાં ઓડિટમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ તપાસ ટીમના હાથે લાગ્યા હતા. ત્યારબાદ અચાનક પતીજ શાહે રાજીનામું ધરી દીધું છે. સુત્રોથી મળેલી માહિતી મુજબ પતીજ શાહ સામે ઘણી ફરિયાદો હતી. જેની સામે તપાસ પણ ચાલી રહી હતી. જેથી તેમણે રાજીનામું આપી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો