તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેનેજ લાઇનની સમસ્યાથી ત્રસ્ત લોકોનો લિંબાયત ઝોન પર મોરચો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : માનદરવાજામાં ડ્રેનેજના ગંદા પાણીથી ત્રસ્ત અસરગ્રસ્ત મહિલાઓ શનિવારે લિંબાયત ઝોન ખાતે મોરચો લઇને આવી હતી. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે, માનદરવાજા બાખડ મહોલ્લા, મદિના મસ્જીદ, ખ્વાજાનગરમાં 15 દિવસથી રોજ સવારે ડ્રેનેજનું ગંદા પાણી ઉભરાતા 100 પરિવારનું જીવન નર્કાગાર બની ગયું છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે. વોર્ડ ઓફિસ, ઝોનમાં, ડ્રેનેજ મેઇન્ટેનન્સ ઓફિસમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં ઉકેલ આવ્યો નથી. અસરગ્રસ્તો જણાવ્યું કે બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વોર્ડ ઓફિસની તાળાબંધી કરાશે.

અન્ય સમાચારો પણ છે...