તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી ITIના કર્મીઓ લર્નિંગ લાઈસન્સ બનાવવાની કામગીરીનો બહિષ્કાર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડતર પ્રશ્નોની માંગણીને લઈ સુરત આઈટીઆઈના ટેકનિકલ કર્મચારીઓ વર્ક ટુ રૂલ પર ઉતરશે. જેના કારણે આજે તા.13 થી 30 નવેમ્બર સુધી આરટીઓના લર્નિગ લાઈસન્સની કામગીરી થશે નહી.

સમગ્ર ગુજરાતના આઈટીઆઈના ટેકનિકલ કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસથી પડતર પ્રશ્નોના સમાધાન કરવા માટે સરકાર પાસે માંગ કરી રહ્યાં છે. જોકે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા 4 નવેમ્બરથી તેઓ કાળી પટ્ટી પહેરી વિરોધ કરી રહ્યાં છે. 11 નવેમ્બર સુધી સુરત સહિત સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ નક્કી કરેલા આયોજન પ્રમાણે આઈટીઆઈના તમામ ટેકનિકલ કર્મચારીઓ વર્ક-ટુ-રૂલ પર ઉતરી જશે. તે અંતર્ગત કર્મચારીઓ બે બેચથી વધુ બેચની જવાબદારી સ્વીકારશે નહી. તેમજ લર્નિગ લાઈસન્સ ઈશ્યુ કરવાની વધારાની કામગીરી પણ નહી કરે. વધારામાં તેઓ વહીવટી કામગીરી, સ્ટોરકીપર, એડવાઈઝર સહિતની કામગીરી કરશે નહી. જેને કારણે આગામી 30 નવેમ્બર સુધી આઈટીઆઈમાં લર્નિગ લાઈસન્સ ઈશ્યુ કરવાની કામગીરી થઈ શકશે નહી અેવું જાણવા મ‌ળ્યું છે.

બેઠક બાદ નિર્ણય
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગના સુરત જીલ્લાના પ્રતિનિધિ જીજ્ઞેશ કોંકટિયાએ જણાવ્યું કે,મંડળ તરફથી કરાયેલા આદેશ પ્રમાણે વિરોધ કરાશે.વર્ક-ટુ-રૂલ મામલે સુરત આઈટીઆઈના કર્મીઓમાં મતમતાંતર છે. બુધવારે કર્મચારીઓ સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...