તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોગપ્રતિકારક શક્તિ વધારવા નિઃશુલ્ક યોગશિબિરો યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસમાં મૃત્યુ પામેલા કિસ્સાઓ જોતા જણાયું છે કે 80 વર્ષથી વધુ ઉંમરવાળાને વધુ અસર થઈ છે. જેનું કારણ તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાનું બહાર આવ્યું છે. જે લોકો પ્રાણાયામ કરે છે, તેમની રોગપ્રતિકારક ક્ષમતા સુધરે છે. યોગગુરૂ જીવણભાઈએ નિઃશુલ્ક યોગશિબિરમાં આ શબ્દો કહ્યાં હતા.

વેસુમાં યોગગુરૂ જીવણભાઈ પટેલ નિઃશુલ્ક યોગશિબિરો યોજે છે. હાલમાં તેમણે વેસુ ફાયરસ્ટેશન પાસે નિઃશુલ્ક યોગશિબિરનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે તેમણે સાધકોને જણાવ્યું હતું કે સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાની અસર ઓછી થાય છે. આથી યોગાભ્યાસમાં આસન, પ્રાણાયામ, ધ્યાન અને મુદ્રા કરવાથી રાહત રહે છે. આ ઉપરાંત ગળો, અરડૂસી, હળદર અને તુલસી પાવડર જેવું બનાવી નરણાં કોઠે એક ચમચી સવારે અને સાંજે જમ્યા પહેલા લેવી.

એજ રીતે બ્રહ્મવિંદ્યા વિહંગમ યોગ સંસ્થા દ્વારા શહેરના બગીચાઓમાં યોગના વર્ગો ચાલી રહ્યાં છે. જેમાં કિશનલાલ શર્મા નામના યોગગુરૂએ આસન પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે શરીરના ૮૦ ટકા રોગો ખોટા વિચારોને કારણે થાય છે. જેમાં તણાવ બ્લડ પ્રેસર હાર્ટએટેક માઈગ્રેન જેવા રોગોનું કારણ છે. માટે આસન પ્રાણાયામની દસ મિનીટની યોગિક ક્રિયા કરો અને મનથી સ્વસ્થ બનો. સુરતની ભૌતીકવાદથી સુખી પ્રજાને આ યોગ શિખવવા માટે આવ્યો છું.

વેસુમાં અને શહેરના બાગોમાં પ્રાણાયામ સાથે માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો