તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજીરાની 3 વર્ષીય બાળકી પર ચાર સગીરોએ ગેંગરેપ કર્યાની આશંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હજીરાની 3 વર્ષની બાળકી પર ગેંગરેપ થયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ક્રાઇમબ્રાંચ ચાર સગીરોને પકડવામાં સફળ રહી હોવાની વાત છે. આ બાબતે હજીરા પીઆઈ આર.આર.આહીરનો સંપર્ક કરતા તેણે આરોપી પકડાયા હોવાની અને ગેંગરેપની વાતનો ઈનકાર કર્યો હતો. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે 3 વર્ષની બાળકી રેપ થયો હતો. બાળકીના પડોશમાં રહેતા યુવક સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી હતી. સાદા કપડામાં પોલીસની ટીમ તપાસ માટે જયારે ખુ્લ્લા મેદાન પર પહોંચી ત્યારે કેટલાક સગીરો ક્રિકેટ રમતા હતા. જ્યાં પોલીસે 14 વર્ષના સૂરજ, 12 વર્ષના સચિન અને અન્ય એક સૂરજ સહિત ચાર સગીરોની પૂછપરછ કરી હતી. જેના આધારે ગુનો ઉકેલાયો હોવાની વાત ઉપરાંત પોલીસે મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું હોવાની વાત સામે આવી રહી છે. ચારેય સગીરોએ બાળકી સાથે ગેંગરેપ કર્યો હોવાની પણ વાત સામે આવી રહી છે, પોલીસ અધિકારીએ સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.

બીપી જોઈ કહ્યું, ‘આજ મજા લેતે હૈ’
સૂરજ, સચિન સહિત ચાર જણા મોબાઇલમાં બ્લુ ફિલ્મ જોઈને એવું કહ્યું કે આજ મજા લેતે હૈ એમ કહીને સગીર સૂરજ બાળકીને ચોકલેટની લાલચ આપીને ઊંચકી લાવ્યો હતો. સગીરોએ પહેલા બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં આંગળી નાખી બાદમાં વારાફરતી રેપ કર્યો હતો.

સચિનના પ્રાઈવેટ પાર્ટમાં સોજો થતાં ગુનો ઉકેલાયો
બાળકીના ઘરની બાજુમાં સંબંધીને ત્યાં સચિન આવતો હતો, જેથી પોલીસે સચિનને પૂછપરછ માટે લાવી ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટ પર સોજો હતો. જેના આધારે પોલીસને શંકા વધુ તેજ બની હતી. જેના આધારે એક પછી એક સગીરોને અલગ અલગ પૂછપરછ કરી જેમાં વિરોધભાષી નિવેદનો આવ્યા અને તેના જ આધારે પોલીસે ગુનો ઉકેલી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...