મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં ફોન ચોરી કરતી ગેંગના 4 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં ફોન ચોરી કરતી ગેંગના 4 પકડાયા

સુરત :
રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં મોબાઇલમાં ચોરી કરતી ગેંગ 4 ચોરોને ઝડપી પાડી હતી. બાતમી આધારે ડીસીબીએ અડાજણ શીતલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે વખતે નંબર વગરની રિક્ષા અટકાવી તપાસ કરતા 6 મોબાઇલ મળ્યા હતા. ડીસીબીએ શાહરૂખ અપંગ સઇદખાન, સમીરખાન જાકીરખાન પઠાણ, વસીમ આરીફ શેખ અને કરીમ કાલીયા મુનાફ શેખની ધરપકડ કરી રિક્ષા અને મોબાઇલ મળીને 1.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ ટોળકીએ ઉમરા અને અઠવા પોલીસની હદમાંથી ત્રણ મોબાઇલ ચોરીના ગુનાઓ કબુલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...