તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસ રોડ પર દારૂના નશામાં કાર ચાલકે ચારને ટક્કર મારી, લોકોએ બંનેનેે પકડી પોલીસને સોંપ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસ રોડ પર વેલેન્ટાઇન થિયેટર પાસે પીધેલી હાલતમાં આઈ ટવેન્ટી કાર ચલાવી પૂરપાટ ઝડપે પસાર થતા કાર ચાલકે 4 રાહદારીઓને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેથી રોડ પર ભાગદોડ મચી ગઈ હતી. રાહદારીઓને અડફેટે લીધા બાદ ભાગી રહેલા કાર ચાલકે આગળ જતા એક તબીબની કારને પણ ટક્કર મારી હતી. આ સમયે ટીઆરબીના જવાને કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી.

ડુમસ રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચલાવનાર સરફરાઝ અને રિઝવાન (બંને રહે. લિંબાયત) ને લોકોએ પકડી લીધા હતા. બાદમાં ઉમરા પોલીસ આવી પહોંચતા અટક કરી પૂછતાછ હાથ ધરી છે. લોકોમાં ચર્ચા હતી કે, બન્ને જણા મગદલ્લા ચોકડીથી લિંબાયત જઈ રહ્યા હતા. તે સમયે નશામાં દ્યૂત હાલતમાં અકસ્માત સર્જયો હતો. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કારમાં સવાર બંને યુવકો નશામાં એ હદે ભાન ભૂલેલા હતા કે તેઓ ઉભા પણ રહી શકે તેવી હાલતમાં ન હતા. આ ઘટનાને પગલે લોકોમાં પણ રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો