તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના દર્દીની તપાસ કરનારા 4 ડોક્ટરને પણ ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોગ્યની 40 ટીમ, 18 હજારનો સરવે

રાજકોટમાં કોરાનાનો પોઝિટિવ રિપોર્ટ આવે તે પહેલાં જ મ્યુનિ.એ જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગની 40 ટીમો ઉતારી દીધી હતી. આ ઉપરાંત જે સ્થળે યુવક રહેતો હતો તેમજ તેના જે સંબંધીઓને ક્વોરન્ટાઈન કરાયા છે તેમની આસપાસના 18 હજાર લોકોનો સરવે એક જ દિવસમાં કર્યો હતો. જો કે, એકપણમાં કોરોનાના લક્ષણ નહીં મળ્યા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે.

બંને દર્દીઓ સાથે ટ્રાવેલ કરનારાની તપાસ થશે

‘રાજકોટ અને સુરતના દર્દી સાથે ટ્રાવેલ કરનારા તમામ લોકોની માહિતી અમે એકત્રિત કરી રહ્યા છે. તેઓ જ્યાં ગયા અને જેને મળ્યા છે તે તમામની તપાસ કરવામાં આવશે. > જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગ કમિશનર, ગુજરાત

કોરોના પોઝિટિવ આવ્યા પહેલા યુવાનેને શરદી અને તાવની સમસ્યા રહેતા અલગ અલગ 4 તબીબો પાસે સારવાર કરાવી હતી. તે પૈકીના એક તબીબને સાંજે જ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. આ ઉપરાંત અન્ય 3 તબીબોનો પણ રાત્રીના સમયે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ તબીબોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ ચારેય તબીબને હોમ ક્વોરન્ટીનને બદલે પથિકાશ્રમમાં રખાયા છે. આ ઉપરાંત એક તબીબે ચકાસેલા તમામ દર્દીઓને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ માટે અલગ અલગ મેડિકલ ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત યુવક જ્યાં રહે છે તેના ઘરે અને તેની આસપાસના ઘરોમાં પણ ફ્યુમિગેશન કરવા માટે રાજ્ય સરકારે મ્યુનિ. હેલ્થ વિભાગને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...