સુરતના 4 બિલ્ડરે મુંબઈના ટ્રસ્ટના 25 લાખ ચાંઉ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાભાવી ટ્રસ્ટમાંથી સુરતના ચાર બિલ્ડરોએ મુંબઈમાં કન્ટ્રક્શનના ધંધામાં રોકાણ 25 લાખની રકમ લઈ પાછી ન આપતા પોલીસે સુરતમાં રહેતા અને મુંબઈમાં કન્ટ્રક્શનના ધંધો કરતા ગુનો નોંધ્યો છે.

મજૂરાગેટ વિજયનગર સોસાયટીમાં રહેતા અને સાડીનો વેપાર કરતા નરેન્દ્ર રામઅવતાર સાબુની 2012માં સામાજિક કામો વખતે બિલ્ડર હરીશ સાવલાની જોડે ઓળખાણ થઈ હતી. આ ઓળખાણમાં હરીશ સાવલાની અને તેના ભાગીદાર બિલ્ડરોને કન્ટ્રક્શનના ધંધામાં મંદી આવી જતા 25 લાખની રકમ ધંધા માટે જરૂર હતી. જેથી વેપારીએ 3 સપ્ટેમ્બરે-2016એ નરેન્દ્ર ટ્રસ્ટમાંથી 10 લાખ, મનભરી ટ્રસ્ટમાંથી 5 લાખ અને અનુપમા ટ્રસ્ટમાંથી 10 લાખ મળીને 25 લાખની રકમ બિલ્ડરોને આપી હતી. બિલ્ડરોએ માર્ચ-17માં આ રકમ આપવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ થવા છતાં 25 લાખની ટ્રસ્ટની રકમ ન આપતા વેપારી સલાબતપુરા પોલીસમાં અરજી આપી હતી. સલાબતપુરા પોલીસે શુક્રવારે બિલ્ડર હરીશ ફતનદાસ સાવલાની, કિરણ નરહરી દોશી, વાસુદેવ ફતનદાસ સાવલાની અને વિરલ સૂર્યકાંત વોરા(તમામ રહે, કનૈયા બિલ્ડિંગ, લિંકિંગ રોડ, મુંબઈ) ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ બિલ્ડરો પૈકી હરીશ સાવલાની અને વાસુદેવ સાવલાની 2 ભાઈઓ છે અને સુરતમાં ઘોડદોડ રહે છે.

અન્ય સમાચારો પણ છે...