તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News For Various Projects Of Environment Protection The Corporation Will Take A Loan From The World Bank Of 1925 Crore 032116

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ સુરક્ષાના વિવિધ પ્રોજેક્ટ માટે પાલિકા1925 કરોડની વિશ્વબેંકથી લોન લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત

મહાનગર પાલિકા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહકારથી કોઈ પણ ખર્ચ કર્યા વગર સિટી ક્લીન એર એકશન પ્લાન તૈયાર કરાવશે પરંતુ હવાની ગુણવત્તા સુધારવા માટેના તેમના જુદા જુદા સાત વિભાગોના પ્રોજેક્ટો પાછળ ધારણાને આધારે તૈયાર કરેલા અંદાજીત રૂપિયા 1925 કરોડના ખર્ચ માટે વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી કરી છે.

કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે રાષ્ટ્ર કક્ષાએ નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (એનસીઓપી) બનાવાઇ રહ્યો છે. જેમાં દેશના 102 વાયુ પ્રદુષણથી પ્રભાવિત શહેરોને આવરી લેવાનો લક્ષ્ય છે. ન્યૂયોર્કમાં 70 ટકા વાયુ પ્રદુષણ ઘટાડવાની કામગીરી કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગ ફિલેન્થ્રોપ્સીના આર્થિક સહયોગથી ભારતની અગ્રણી રિસર્ચ સંસ્થાઓ દિલ્હીની ટેરી અને ડબલ્યુઆરઆઈ-આઈ ના ટેક્નિકલ સહયોગથી વાયુ પ્રદુષણ માટે પાર્ટીક્યુલેટ મેટર પીએમ10 અને પીએમ2.5 ના ઉદ્દભવ સ્થાનોની ચકાસણી નિયમન અભ્યાસ તેમજ ક્લિન એર એક્શન પ્લાન તૈયાર કરવા માટે પાલિકાને ઓફર કરવામાં આવી છે. પાલિકાએ આ પ્રોજેક્ટા માટે સ્થાયી સમિતિની મંજુરી માંગી છે. જીપીસીબીને સાથે રાખીને સુરત સિટી ક્લિન એર એકશન પ્લાન તૈયાર કરશે.

જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના 6 ઓક્ટોબર 2018 ના હુકમથી શહેરમાં હવાની ગુણવત્તા જાળવવા સુરતે પણ એર એકશન પ્લાન રજુ કરવાનો છે. હવાની ગુણવત્તામાં સુધારો લાવવા પાલિકાએ જુદા જુદા 7 વિભાગોના પ્રોજેક્ટો માટે રૂપિયા 1925 કરોડનો અંદાજ માંડ્યો છે. અમદાવાદ કોર્પોરેશને આવા પ્રોજેક્ટો માટે ઓછા વ્યાજે રૂપિયા 7 હજાર કરોડના સહાય માટે વલ્ડ બેંક સાથે કરાર કર્યા છે. તે રીતે પાલિકા પાસે પણ વલ્ડ બેંકે ઓફર મંગાવી છે. પાલિકાએ ભંડોળ મેળવવા રાજ્ય તથા કેન્દ્ર સરકાર મારફતે પ્રોજેક્ટોની પ્રપોઝલ તથા ડીપીઆર તૈયાર કરી ને રાજ્ય તથા કેન્દ્ર સરકારની નાણાંકીય સહાયને પ્રાધાન્ય આપશે. જો બાદમાં જરૂર જણાશે તો વિશ્વ બેંક પાસે સંબંધિત પ્રકલ્પો માટે ભંડોળ મેળવવા કાર્યવાહી કરવા કમિશનરને અધિકૃત કરવા સ્થાયી સમિતિ સમક્ષ સૈદ્ધાંતિક મંજુરી મંગાઈ છે.

1925 કરોડના વિવિધ પ્રોજેક્ટો માટે વર્લ્ડ બેંક પાસે ઓછા વ્યાજે સહાય મંગાશે
ગાર્ડન વિભાગના બાયોડાયવર્સિટી પાર્ક માટે 108 કરોડ બીઆરટીએસ વિભાગના ગ્રીન મોબિલિટી માટે 115 કરોડ ડ્રેનેજ વિભાગના રિસાયક્લિંગ ટ્રીટેડ વોટર રોડ પર છંટકાવ માટે 10 કરોડ સોલિડ વેસ્ટ વિભાગ એફિસીએન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે 220 કરોડ રોડ વિભાગના શહેરમાં રોડ નેટવર્ક વિકસાવા 500 કરોડ બ્રિજ વિભાગ હેઠળ વિવિધ પ્રકારના બ્રિજ નિર્માણ માટે 600 કરોડ ટ્રાન્ઝીટ વિભાગના હયાત ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાને સુદ્દઢ કરી ગ્રીન મોબીલીટી પ્રસ્થાપિત કરવાનું કામ 372 કરોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો