તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમવાર સુરત સિવિલમાં જોઈન્ટ પ્રિઝર્વિંગ ટ્રીટમેન્ટ ટેક્નિકથી દર્દીઓની સારવાર કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાપાનો બોલ ઓગળવાને કારણે થતી સમસ્યામાં થાપાના પ્રત્યારોપણ વિના માત્ર બેથી ચાર મહિનાની દવા દ્વારા જોઈન્ટ પ્રિઝર્વિંગ ટ્રીટમેન્ટ દ્વારા સારવાર શક્ય બની છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ ટેક્નિક દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલના પ્રોફેસર દ્વારા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ પાંચ દર્દીઓને આ ટેક્નિક દ્વારા સારવાર આપી રહ્યા છે.

ખાવાની ખરાબ આદતો, અમુક ચામડીની દવાઓ સહિતના કારણોસર થાપાનો ગોળો ઓગળવા માંડે છે. જેમાં ચાર પ્રકારના સ્ટેજમાં બીજા અને ત્રીજા સ્ટેજ પર નિદાન થતું હોય છે. ચોથો સ્ટેજ આવે ત્યારે ફરજીયાત થાપાનું પ્રત્યારોપણ જરૂરી થઈ પડે છે. જેનો ખર્ચ આશરે દોઢથી બે લાખ રૂપિયા જેવો થાય છે. જોકે થાપાના ગોળાના ઘસારાની સમસ્યાથી પીડાતા દર્દીઓની સારવાર પ્રત્યારોપણ વિના શક્ય બની છે. દિલ્હીના સિનિયર ઓર્થોપેડીક ડો.મુખર્જી દ્વારા સંશોધન બાદ દવાની સિસ્ટમેટીક ટેકનીક તૈયાર કરવામાં આવી છે.

આ ટેક્નિકની મદદથી દવાઓ દ્વારા જ બેથી ચાર મહિનામાં થાપાના ગોળાનો ઘસારો મટી શકે છે. ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.જીગ્નેશ પટેલ દ્વારા આ ટેક્નિક દ્વારા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તેઓ છેલ્લા દોઢ મહિનાથી પાંચ દર્દીઓની આ ટેક્નિક દ્વારા સારવાર કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. ડો.જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી જોઈન્ટ રિપ્લેશમેન્ટ થતું હતું. હવે લોકોનું ધ્યાન હવે જોઈન્ટ બચાવવા પર છે. દવાઓના કોમ્બિનેશન દ્વારા દર્દીના થાપાના ગોળાને પ્રત્યારોપણથી બચાવી શકાય છે.

અનયુઝ્યુઅલ ઓર્થોપેડીક્સ કોન્ફરન્સમાં શીખી ટેક્નિક
ડિસેમ્બર 2018માં જયપુર ખાતે અનયુઝ્યુઅલ ઓર્થોપેડીક્સ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દેશવિદેશના 100થી વધુ ખ્યાતનામ તબીબોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં દિલ્હીના સિનિયર ઓર્થોપેડિક્સ ડો. અરૂપ મુખર્જી દ્વારા દવાની ટેક્નિક દ્વારા પ્રત્યારોપણ વિના સારવારનું સંશોધન રજુ કરાયું હતું. નવી સિવિલ હોસ્પિટલના ડો. જીજ્ઞેશ પટેલ તેમના સંપર્કમાં રહી આ ટેકનીક અંગે સંપૂર્ણ વાકેફ થયા હતા અને હવે સિવિલમાં દર્દીઓને આ ટેક્નિક દ્વારા સારવાર આપી રહ્યા છે.

સાયકલીક દવાઓથી સારવાર અપાય છે
આ ટેક્નિકમાં દર્દીને વિટામીન, વાને લગતી દવાઓ, લોહીની દવાઓ, આંતરિક સોજાની અસર ઓછી કરતી દવાઓ સહિતની ચોક્કસ દવાઓ સાયકલીક સિસ્ટમ પ્રમાણે તબીબના સતત સંપર્કમાં રહી લેવાની રહે છે તેમજ વખતો વખત જુદા જુદા ટેસ્ટ કરી તેમાં ફેરફાર કરવાનો રહે છે.

હેલ્થ રિપોર્ટર | સુરત

થાપાનો બોલ ઓગળવાને કારણે થતી સમસ્યામાં થાપાના પ્રત્યારોપણ વિના માત્ર બેથી ચાર મહિનાની દવા દ્વારા જોઈન્ટ પ્રિઝર્વિંગ ટ્રીટમેન્ટ દ્વારા સારવાર શક્ય બની છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ ટેક્નિક દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલના પ્રોફેસર દ્વારા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ પાંચ દર્દીઓને આ ટેક્નિક દ્વારા સારવાર આપી રહ્યા છે.

ખાવાની ખરાબ આદતો, અમુક ચામડીની દવાઓ સહિતના કારણોસર થાપાનો ગોળો ઓગળવા માંડે છે. જેમાં ચાર પ્રકારના સ્ટેજમાં બીજા અને ત્રીજા સ્ટેજ પર નિદાન થતું હોય છે. ચોથો સ્ટેજ આવે ત્યારે ફરજીયાત થાપાનું પ્રત્યારોપણ જરૂરી થઈ પડે છે. જેનો ખર્ચ આશરે દોઢથી બે લાખ રૂપિયા જેવો થાય છે. જોકે થાપાના ગોળાના ઘસારાની સમસ્યાથી પીડાતા દર્દીઓની સારવાર પ્રત્યારોપણ વિના શક્ય બની છે. દિલ્હીના સિનિયર ઓર્થોપેડીક ડો.મુખર્જી દ્વારા સંશોધન બાદ દવાની સિસ્ટમેટીક ટેકનીક તૈયાર કરવામાં આવી છે.

આ ટેક્નિકની મદદથી દવાઓ દ્વારા જ બેથી ચાર મહિનામાં થાપાના ગોળાનો ઘસારો મટી શકે છે. ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.જીગ્નેશ પટેલ દ્વારા આ ટેક્નિક દ્વારા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ તેઓ છેલ્લા દોઢ મહિનાથી પાંચ દર્દીઓની આ ટેક્નિક દ્વારા સારવાર કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. ડો.જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી જોઈન્ટ રિપ્લેશમેન્ટ થતું હતું. હવે લોકોનું ધ્યાન હવે જોઈન્ટ બચાવવા પર છે. દવાઓના કોમ્બિનેશન દ્વારા દર્દીના થાપાના ગોળાને પ્રત્યારોપણથી બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો