રાજ્યમાં પ્રથમ વખત સુરતના બ્રેનડેડ યુવકનાં ફેફસાંનું દાન

Surat News - for the first time in the state donated lungs of the bandhaved youth 072652
Surat News - for the first time in the state donated lungs of the bandhaved youth 072652

DivyaBhaskar News Network

May 17, 2019, 07:26 AM IST
ઓર્ગન ડોનેશનમાં રાજ્યમાં પહેલાં ક્રમે આવતા સુરતમાંથી રાજ્યમાં પ્રથમ વખત બ્રેનડેડ વ્યક્તિના ફેફસાનું દાન કરવામાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા યુવાનને બ્રેનડેડ જાહેર કરાયા બાદ ઑર્ગન ડોનેશન બાબતે કામ કરતી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસો દ્વારા યુવકના ફેફસાં અને હૃદય સહિતના અંગોનું દાન કરી પરિવારે 7 વ્યક્તિને નવજીવન આપી માનવતા મહેંકાવી છે. ગ્રીન કોરીડોરની મદદથી યુવકના ફેફસાનું બેંગલોર ખાતે અને હૃદયનું મુંબઈ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટનો રાજ્યમાંથી પ્રથમ કિસ્સો નોંધાયો છે.

બ્રેનડેડ વ્રજેશ

હજુ વધુ જાગૃતિની જરૂર છે

ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં લંગ્સ ડોનેશનનો આ પ્રથમ કિસ્સો છે. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ માટે અમે છેલ્લા દોઢ વર્ષથી પ્રયાસ કરતા હતા. લોકોમાં હજુ અવેરનેસ ઓછી છે એટલે ઘણી વખત લોકો તૈયાર નથી થતા. ટાઈમિંગના મેનેજમેન્ટ ના કારણે ઘણી વખત શક્ય નથી થતું.

ફેફસાં 195 મિનિટમાં 1293 કિમી દૂર બેંગ્લોર મોકલાયાં

વિગત ફેફસાં હૃદય કિડની લિવર ચક્ષુ

ક્યાં ગયા બેંગલોર મુંબઈ અમદાવાદ અમદાવાદ સુરત

અંતર 1293 કિ.મી. 296 કિ.મી 274 કિ.મી. 274 કિ.મી.

સમય 195 મિનિટ 90 મિનિટ 4 કલાક 4 કલાક

વ્રજેશના મગજની નસ ફાટતાં બ્રેનડેડ થઈ ગયા

અડાજણ રાજહંસ વિંગ્સમાં રહેતા વ્રજેશ નવિનચંદ્ર શાહ(42) પ્યોર સ્કીલના નામથી આઈ.ટી.ટ્રેનીંગ એકેડેમી ચલાવતા હતા. તા.12 મેના રોજ તેમને માથું દુખવાની,બ્લડ પ્રેશર વધતાં યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં રાત્રે ખેંચ આવી બેભાન થતાં સિટીસ્કેન કરાવ્યું હતું. વ્રજેશની મગજની નસ ફાટી જતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. બુધવારે 15 મેના રોજ તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા.

ફાઇબ્રોસિસને લીધે લંગ્સ ટ્રાંસપ્લાન્ટની જરૂર પડે છે

ચેસ્ટ ફિઝિશિયન અને ઈન્ટેન્ટસિવિસ્ટ ડો.સમીર ગામીએ જણાવ્યું હતું કે દેશમાં બે કે ત્રણ જ સેન્ટરમાં જ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા છે. ફાઈબ્રોસિસની બીમારી હોય તને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. ટ્રાન્સપ્લાન્ટ વખતે રોગવાળા ફેફસાં કાઢી તેની જગ્યાએ નવા મુકો તે બોડી એક્સેપ્ટ ન કરે તે માટે ઘણી બધી દવાઓના ઉપયોગ બાદ જ નવા લંગ્સને શરીર સ્વિકારે. ઓપરેશન પછીનો કોર્સ જીવલેણ હોવાથી સક્સેસ રેટ ઓછો હોય છે.

લોકદ્રષ્ટિ બેંકે સ્વિકાર્યાં

X
Surat News - for the first time in the state donated lungs of the bandhaved youth 072652
Surat News - for the first time in the state donated lungs of the bandhaved youth 072652

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી