તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24મીએ ફ્લાવર શો યોજાશે, એન્ટ્રી મોકલી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત મહાનગરપાલિકાએ દ્વારા 24 થી 28 જાન્યુઆરીના રોજ હોર્ટીકલ્ચર ફેર અને ફ્લાવર શોનું આયોજન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ છે, જેમાં વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. આ સાથે તાજા ફુલોની ગોઠવણી, ઔષધિય વનસ્પતિના કુંડા, સુકા ફુલોની ગોઠવણી, ફુલોના ગજરા, બુકે, ફુલોની વેણી, ફુલોના હાર, ફુલોના તોરણ, સલાડ ડેકોરેશન સ્પર્ધા પણ યોજાશે. આ તમામ સ્પર્ધાઓ બે કેટેગરીમાં યોજાશે, જેના પ્રથમ ગ્રુપમાં 18 વર્ષ સુધીની ઉંમરના તમામ સ્પર્ધકો અને દ્વિતીય ગ્રુપમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ સ્પર્ધકો ભાગ લઈ શકશે. પ્રવેશફોર્મ વિનામૂલ્યે ગાર્ડન ખાતાની ગાંધીબાગ કચેરી ખાતેથી રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન મળી શકશે. ભરેલા પ્રવેશ ફોર્મ 22 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.આ વિશેની વધુ માહિતી માટે ગાર્ડન ખાતાની ગાંધીબાગ કચેરીમાં રૂબરૂ અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...