તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-રાજકોટમાં ફ્લોપ બાઇસિકલ શેરીંગ પ્રોજેકટ આજથી સુરતમાં શરૂ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતઃ આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાલિકાના રૂા.૩૧૭ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાશે. જેમાં અમરોલી-ઉત્રાણ બ્રિજ ઉત્રાણ-અમરોલીને જોડતા રેલ્વે ઓવરબ્રિજ, સેન્ટ્રલઝોનમાં શાંતિકુંજ, વેસુ-ભરથાણા ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાટર્સ, શાંતિકુંજ, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રસ્થાપન, પબ્લિક બાઇસિકલ શેરીંગ પ્રોજેક્ટ સહિતના પ્રોજેકટોનું લોકાર્પણ થશે.આ સિવાય યુનિ.ના પરિસરમાં વિવિધ પ્રકલ્પોનું સીએમ ઉદ્દધાટન કરી સાંજે કતારગામ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાંજે 7 વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘એક શામ, શહીદો કે નામ’ કાર્યક્રમમાં હાજર રહશે.

અમદાવાદ, રાજકોટમાં ફ્લોપ શો બાદ ગુરુવારથી કોટ વિસ્તારમાં પાલિકા બાઇસિકલ શેરિંગ પ્રોજેકટ શરૂ કરશે. હાલમાં પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ ઝોનમાં ચોકબજાર રંગઉપવન અને મુગલીસરામાં પાલિકા કચેરી ખાતે બે સાઇકલ સ્ટેન્ડ તૈયાર કરાયા છે. જીપીએસ બેઝડ 40 બાઇસિકલ હાલમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર વધુ સાઇકલ અને સ્ટેશન ચાલુ કરાશે.

યુનિ.ના છાત્રો માટે ઇન્ડોર સ્વિમિંગ પુલ-હોકીનું મેદાન
સુરત: નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં રૂ.12 કરોડના ખર્ચે નિર્મિત થયેલા ઈન્ડોર સ્વિમિંગ પુલ વિથ મલ્ટિપર્પઝ હોલ, ૪૦૦ મીટર સિન્થેટીક એથ્લેટિકસ ટ્રેક, ફુટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડનું સીએમ રૂપાણી ગુરૂવારે લોકાર્પણ કરશે.

દ. ગુજરાતના પ્રથમ ઈન્ડોર સ્વિમિંગ પુલ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ તથા નેશનલ અને ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેનારની તાલીમ માટે ૩૬૫ દિવસ ખુલ્લો રહેશે. રૂા.૪.૬૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર ૪૦૦ મીટર લંબાઈ ધરાવતો સિન્થેટીક એથ્લેટિકસ ટ્રેક પર કુલ ૨૨ જેટલી રમતો રમાડી શકાશે. જેમાં, દોડ, હર્ડલ્સ, સ્ટ્રીપલ ચેઝ, ૪૦૦ મીટર રીલે, ૧૦,000 મીટર રનીંગ, ૨૦,૦00 મીટર દોડ, જવેલીન થ્રો, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રીપલ જમ્પનો સમાવેશ થાય છે.દક્ષિણ ગુજરાતનો આ પ્રથમ ઈન્ટરનેશનલ કક્ષાનો ૨નીંગ ટ્રેક પણ ખેલાડીઓની તાલીમ માટે ૩૬૫ દિવસ ઉપલબ્ધ રહેશે. રૂ.૩.૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ આર્ટિફિશ્યલ ટર્ફ હોકી પ્લે ફિલ્ડ ધરાવતું પ્રથમ ઈન્ટરનેશનલ કક્ષાનું હોકી ગ્રાઉન્ડનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.

બાઇસિકલ શેરિંગ પ્રોજેક્ટનો પ્રારંભ રાજમાર્ગના આ રૂટથી કરાશે. બીજી તરફ લોકાપર્ણ પૂર્વ બુધવારે બાઇસિકલનું ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂ કરાયું હતું.

સાઇકલ લેવા પ્રક્રિયા, વન ટાઇમ રજીસ્ટ્રેશન
સાયકલ સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટર દ્વારા પ્રક્રિયા સમજાવવામાં આવશે. એક કાર્ડ ઇસ્યૂ કરાશે. વન ટાઇમ રજીસ્ટ્રેશન ફી રૂા.550 રહેશે. જેમાં 300 રૂ. સિક્યુરીટી ડિપોઝીટ, 50 રૂ.પ્રોસસિંગ અને 200 રૂ.બેલેન્સ મળશે.

સાઈકલનું ભાડું, પ્રથમ 30 મિનિટ ફ્રી રહેશે
પ્રથમ 30 મિનિટ ફ્રી

30 મિનિટથી કલાક રૂા.5

2 કલાક રૂા.10

2 કલાકથી 3 કલાક રૂા.25

3 કલાકથી 4 કલાક રૂા.50

4 કલાકથી 6 કલાક રૂા.100

6 કલાકથી 8 કલાક રૂા.200

8 કલાકથી વધારે રૂા.350

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો