તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડમી કોલ્સના સંતોષકારક જવાબ આપનાર પાંચ પોલીસનું સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરનાં પાંચ પોલીસ મથકમાં નાગરિકોને યોગ્ય રીતે સંતોષકારક રિસ્પોન્સ મળતો ન હોવાની ફરિયાદ રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચી હતી. ફરિયાદના આધારે ગૃહ વિભાગે ડમી કોલ્સ મારફતે પાંચ પોલીસ મથકની ચકાસણી કરવામાં આવી હતી. ગૃહ વિભાગની આ પરીક્ષામાં પાંચ પોલીસ મથકના પીએસઓ પાસ થયાં હતા. ગૃંહવિભાગે 5 કર્મીઓને ઈનામની આપવાની જાહેરાત કરી હતી. જેથી પો. કમિશનર સતીશ શર્માએ 5 પોલીસ કર્મીઓને ઈનામ આપી સન્માનિત કર્યા હતા. જેમાં ઈશ્વરભાઈ કાંતિભાઈ (ASI) અમરોલી, મિનાક્ષીબેન ભૂપેન્દ્ર (ASI) કતારગામ, કાંતિભાઈ ઠાકોરભાઈ(હેડ.કો) ઈરછાપોર, સુભાષભાઈ પરાગભાઈ(હેડ.કો) પુણા, રમણભાઈ મનાભાઈ(હેડ.કો) પાંડેસરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...