તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગરામપુરા અને સલાબતપુરામાં બે મિલકતોના પાંચમાં માળે હથોડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહેલી ડિમોલીશન ઝુંબેશ સમયાંતરે જારી છે સગરામપુરા અને સલાબતપુરા વિસ્તારમાં બે મિલકતોમાં મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામ કરી દીધું હતું. તેથી દબાણ સ્ટાફે પાલિકાના સિક્યુરીટી સ્ટાફની મદદથી ડિમોલીશન કર્યું છે. બંને મિલકતદારો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂપીયા 1.45 લાખ ની વસૂલાત કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પી.ડી.મુન્શીએ ડિમોલીશન ઝુંબેશમાં શુક્રવારે સગરામપુરાના માલી ફળિયામાં મંજૂર પ્લાન વિરુદ્ધ થઇ રહેલાં બાંધકામમાં પ્રથમથી પાંચ માળ સુધી માર્જીન, ઓટીએસમાં મળી 2 હજાર ચોરસ ફુટ આરસીસી સ્લેબ તથા 500 ચો.ફુટ ચણતર દુર કરી રૂપીયા 55 હજાર વહીવટી ચાર્જ વસૂલ્યો છે. તથા સલાબતપુરામાં નવાપુરા કરવા રોડની મિલકતમાં પાલિકાના મંજૂર પ્લાન વિરુદ્ધ પાંચમાં માળે કરાયેલું 830 ચો.ફુટ આરસીસી સ્લેબ દુર કરી રૂપીયા 90 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ડિમોલિશન ઝુંબેશ તેજ કરી વધુ બાંધકામ પર હથોડા મરાઇ તેવી શક્યતા છે.

સપાટો : માલી ફળિયામાં ડિમોલિશન કરાયું
સગરામપુરાના માલી ફળિયામાં મંજૂર પ્લાન વિરુદ્ધ થઇ રહેલાં બાંધકામમાં પ્રથમથી પાંચ માળ સુધી ગેરકાયદે તાણી બંધાયેલુ બાંધકામ દૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...