તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલું કતારગામ પોલીસ સ્ટેશન કે જ્યાં કિઓસ્ક મશીન લગાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનું ઉત્ક્રૃષ્ટ સૌથી આધુનિક પોલીસ સ્ટેશન કતારગામ પોલીસ સ્ટેશન સુરતમાં બન્યું છે. તે પણ સંપુર્ણ લોકભાગીદારીથી આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તે માટે સાત કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પોલીસ સ્ટેશનનું ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે લોકાર્પણ થનાર છે.

આ પોલીસ સ્ટેશન 40 હદાર સ્ક્વેર ફીટ એરિયામાં બન્યું છે. પોલીસ સ્ટાફ ટ્રેનિંગ માટે 150 સીટનું એસી અને એલસીડી પ્રોજેક્ટર સાથેનું ઓડિટોરિયમ હોલની સુવિધા છે. અલગથી 30 સીટનો કોફન્ફરન્સ રૂમ છે. પોલીસ સ્ટાફને આરામ કરવા 100 વ્યક્તિ માટે બેરેકની સુવિધા. પોલીસ સ્ટાફને રિલેક્સ થવા ધ્યાનકક્ષ છે. સીસી ટીવી, કેમેરા, સોલાર પ્લાન્ટ,જીમ અને વાઈફાઈની સુવિધા, મહિલાઓ માટે અભયમ હેલ્પ લાઈન અને નિવારમ માટે અલગથી રૂમ છે. નાના બાળકો લઈને કોઈ પોલીસ સ્ટેશન આવે તો કલરફુલ ચિલ્ડ્રન કોર્નરની સિવિધા છે. જેને સરદાર સુરક્ષા ભવન એવું નામ અપાયું છે. આ પોલીસ સ્ટેશન સ્વનિર્ભર હશે. જેમ કે મેન્ટેનન્સ માટે ઓડિટોરિયમ, કેન્ટીન, બેંક એટીએમ, ટેરેસ પર જીમ,જાહેરાતના હોર્ડિંગ્સ દ્વારા જે આવક થશે તેનાથી પોલીસ સ્ટેશનનું મેન્ટેનન્સ કાઢવામાં આવશે. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ખાસ આઈટી સેલ શરૂ કરાશે. જેનાથી તેમાં કિઓસ્ક મશીન લગાવવામાં આવશે જેનાથી પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી ન મળે તો તે મશીનથી અધિકારી સાથે વાત થઈ શકશે.

સુરતમાં હજી આર્થિક ગુના નિવારણ શાખા નથી
સુરતમાં વર્ષમાં છેતરપિંડીના 500થી વધુ ગુનાનો નોંધાય છે. 250થી વધુ ગુનાઓ તો માત્ર સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. તેથી સુરતમાં આર્થિક ગુના નિવારણ શાખા શરૂ કરવું જરૂરી છે. 2017ના શરૂમાં સુરતમાં એક સભામાં તત્કાલિન મહેસુલ મંત્રી નિતિન પટેલે સુરતમાં આર્થિક ગુના નિવારણ શાખા શરૂ કરવાની જાહેરાત કરી હતી. હજી સુધી શરૂ કરાઈ નથી.

ક્રાઈમ રિપોર્ટર | સુરત

દેશનું ઉત્ક્રૃષ્ટ સૌથી આધુનિક પોલીસ સ્ટેશન કતારગામ પોલીસ સ્ટેશન સુરતમાં બન્યું છે. તે પણ સંપુર્ણ લોકભાગીદારીથી આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તે માટે સાત કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પોલીસ સ્ટેશનનું ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે લોકાર્પણ થનાર છે.

આ પોલીસ સ્ટેશન 40 હદાર સ્ક્વેર ફીટ એરિયામાં બન્યું છે. પોલીસ સ્ટાફ ટ્રેનિંગ માટે 150 સીટનું એસી અને એલસીડી પ્રોજેક્ટર સાથેનું ઓડિટોરિયમ હોલની સુવિધા છે. અલગથી 30 સીટનો કોફન્ફરન્સ રૂમ છે. પોલીસ સ્ટાફને આરામ કરવા 100 વ્યક્તિ માટે બેરેકની સુવિધા. પોલીસ સ્ટાફને રિલેક્સ થવા ધ્યાનકક્ષ છે. સીસી ટીવી, કેમેરા, સોલાર પ્લાન્ટ,જીમ અને વાઈફાઈની સુવિધા, મહિલાઓ માટે અભયમ હેલ્પ લાઈન અને નિવારમ માટે અલગથી રૂમ છે. નાના બાળકો લઈને કોઈ પોલીસ સ્ટેશન આવે તો કલરફુલ ચિલ્ડ્રન કોર્નરની સિવિધા છે. જેને સરદાર સુરક્ષા ભવન એવું નામ અપાયું છે. આ પોલીસ સ્ટેશન સ્વનિર્ભર હશે. જેમ કે મેન્ટેનન્સ માટે ઓડિટોરિયમ, કેન્ટીન, બેંક એટીએમ, ટેરેસ પર જીમ,જાહેરાતના હોર્ડિંગ્સ દ્વારા જે આવક થશે તેનાથી પોલીસ સ્ટેશનનું મેન્ટેનન્સ કાઢવામાં આવશે. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ખાસ આઈટી સેલ શરૂ કરાશે. જેનાથી તેમાં કિઓસ્ક મશીન લગાવવામાં આવશે જેનાથી પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી ન મળે તો તે મશીનથી અધિકારી સાથે વાત થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો