ફર્સ્ટ કોપી કરી 10 લાખની વસ્તુ 25 હજારમાં વેચે છે

Surat News - first copy and sell 10 lakhs in 25 thousand 035049

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:50 AM IST
સુરત | ‘તમે નહીં માનો મોટા મોટા ડિઝાઈનર હેરાન થઈ ગયા છે. કારણ કે, સુરતના લોકો 5-10 લાખ રૂપિયાની વસ્તુઓ ફર્સ્ટ કોપી કરી માત્ર 25 હજાર રૂપિયામાં વેચે છે.’ સંજીવકુમાર ઓડિટોરીયમમાં ફાઈવ હેબીટ ફોર ગેરેન્ટેજ સક્સેસ વિષય પર ટોકનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં, આ વાત ઉજ્જવલ પટનીએ કહી હતી.

હંમેશા યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ લો...

સફળ થવું હોય તો કંઈક અલગ કરવું પડશે, જ્યાં સુધી પોતાની જાતને પ્રશ્ન નહીં પુછો ત્યાં સુધી લોકો તમને પ્રશ્ન પુછતાં રહેશે.

ઉજ્જવલ પટની

જે રીતે વ્યાપારનું ઓડિટ થાય છે, નફા-નુકશાનનું ઓડિટ થાય છે તેવી જ રીતે જીવનનું પણ ઓડિટ થવું જોઈએ. તમે એક ડાયરી બનાવો, રોજ રાત્રે એમાં લખો કે, તમે આજે એવું શું કર્યું કે, જે તમારે ન કરવું જોઈએ. સો દિવસ સુધી આ વસ્તુ કરતાં રહો. 100 દિવસ પછી તમે પોતાની અંદર એવી વસ્તુઓ જોશો કે, તમે ક્યારેય નહીં જોઈ હોય. તમે કોઈ વ્યક્તિ પર કામ વગરનો ગુસ્સો કર્યો, સમયો બગાડવો, અપશબ્દો બોલવા, આજના કામને કાલ પર ક્યારે ન છોડવું. 99 ટકા લોકો પ્લાનિંગ વગરનું જીવન જીવતા હોય છે. એમની પાસે કોઈ વિઝન હોતુ નથી. લોકો તમને એટલાં માટે પ્રશ્ન પુછે કે, કારણ કે, તમે તમારી જાતને પ્રશ્ન પુછતાં નથી. તમને ગર્વ થાય એવું કામ કર્યુ હોય તો એ પણ ડાયરીમાં લખો. માણસોની કદર કરો. બીજાના વખાણ કરો. અને ખુશી વહેંચો. મહત્વની બાબત એ છે કે, પોતાની જાતના વખાણ કરો. અરીસાની સામે ઉભા રહી પોતાની જાત વિશે સારું બોલો. આવતી કાલે શું કરશો એનું પ્લાનિંગ કરો. સફળતાની અલગ ફોર્મ્યુલા નથી હોતી. આપણે કોઈ દિવસ સલાહ લેતા પહેલાં વિચારતા નથી કે, સલાહ આપનાર સાચો વ્યક્તિ છે કે, નહીં. ‘ત્રણ લાખ રૂપિયાનું છે.’ તો એ કહેશે કે, ‘300 રૂપિયામાં બનાવી આપીશ.’ તમે કોની પાસે સલાહ લો છો એ અગત્યનું છે. તે માણસ સલાહ લેવા લાયક છે કે, નહીં તે વિચારો.

X
Surat News - first copy and sell 10 lakhs in 25 thousand 035049

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી