તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન સર્કલ પાસે સ્ટુડિયોમાં આગ, કારીગરને બચાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે નવ સર્જન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં બીજા માળે ફ્લેક્ષ બેનર પ્રિન્ટ કરવાના સ્ટુડિયોમાં કોઈક કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સ્ટુડિયોમાં જ હાજર સૌરભ યાદવ(20) સ્ટુડિયોમાં પાછળની તરફ દોડી જતા ફસાઈ ગયો હતો. ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢ સ્ટુડિયોના આગળના ભાગમાંથી ધુમાડા વચ્ચે અંદર દોડી જઇ સૌરભને સહીસલામત બહાર લઈ આવ્યા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...