તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરીમાતા રોડ પર લૂમ્સના ખાતામાં આગ, 50 તાકા ખાક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભરીમાતા રોડ પર લુમ્સના કારખાનામાં રવિવારે મળસ્કે આગ ભભૂકી ઊઠી હતી. કારખાનાની પાછળ નાખેલા વેસ્ટેજમાં લાગેલી આગ કારખાનામાં પણ પ્રસરી ગઈ હતી. વેડરોડ ભરીમાતા રોડ રોયલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલા એક લુમ્સના કારખાનામાં રવિવારે મળસ્કે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કારખાનાની પાછળ ભેગા થયેલા વેસ્ટેજમાં કોઈક રીતે આગ ભભૂકી ઊઠ્યા બાદ આગ કારખાનામાં પ્રસરી ગઇ હતી. કારખાનામાં પાછળના ભાગે મૂકેલો ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવી જતા 50 જેટલા કાપડના તાકા સળગી ઊઠ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાગ ફાયર બ્રિગેડે આગ કારખાનાના પહેલા માળે પ્રસરે તે પહેલા આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં મુકેલો કાપડનો જથ્થો સિલાઈ મશીનો તેમજ વાયરીંગ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...