તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોમ કોરેન્ટાઇનમાં ન રહેનારાઓ વિરુદ્ધએફ.આઇ.આર કરાશે : મ્યુ. કમિશનર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશથી આવેલા અથવા તો દેશના જે રાજ્યોમાં કોરોના વાયરસના પોઝીટવ કેસ નોંધાયા છે ત્યાંથી સુરતમાં આવનારા તમામ લોકો માટે 14 દિવસ હોમ કોરેન્ટાઇન ફરજિયાત છે. 14 દિવસ સુધી આ લોકોએ ઘરની બહાર નિકળવાનું રહેશે નહિં. એટલું જ નહીં પાલિકા દ્વારા ટકોર કરવા છતાં જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર નિકળશે તો સમરસ હોસ્ટેલમાં શરૂ કરેલ કોરેન્ટાઇન વોર્ડમાં દાખલ કરશે. તેમ છતાં હોમ કોરેન્ટાઇનમાં ન રહે તો એફ.આઇ.આર કરવા સુધીની ચિમકી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આપી છે.

કમિશનરે વધુમાં કહ્યું કે કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. જે લોકો છેલ્લા 15 દિવસમાં બહારથી આવ્યા છે તેમના માટે હોમ કોરેન્ટાઇન અચુક રીતે અનુસરવાનું રહેશે. હોમ કોરેન્ટાઇનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં 419 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. આ તમામ લોકો 14 દિવસ સુધી ઘરમાં જ રહે તે માટેનું ધ્યાન આપવા આરોગ્ય કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ સાથે પાલિકા કમિશનરે સુરતીઓને અફવા ન ફેલાવવા અને અફવાઓ રોકવા માટે પણ અપિલ કરી હતી. આ સાથે એ પણ જણાવ્યુ હતું કે 10 વર્ષથી નાના બાળકો અને મોટી ઉંમરના લોકોએ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જોઇએ નહીં .

ઉપયોગમાં લીધેલા માસ્ક વેચનારાઓ અને કાળા બજારી કરનારાઓ સામે FIR થશે

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે જે માસ્કનો ઉપયોગ થઇ ગયો છે અને તે માસ્ક કોઇ દુકાનદાર કે કોઇ સંસ્થા વેચશે તો તેમની સામે એફ.આઇ.આર કરવામાં આવશે તેમજ માસ્કની કાળા બજારી કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


ભાટિયા ટોલનાકે મેડિકલ ચેકિંગ કરાશે


આખા દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે ત્યારે મહારાષ્ટ્રથી બાયરોડ સુરત આવનારા લોકોના મેડીકલ તપાસ માટે ભાટિયા ટોલનાકા પર અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે એક મેડીકલ ટીમ ટોલનાકા પર મુકવામાં આવશે એમ મ્યુ.કમિશનરે જણાવ્યું હતું.


હોમ કોરેન્ટાઇનની ગાઇડલાઇન


}ઘરમાં રહેતા ઉંમરલાયક, બાળકો, માંદા વ્યક્તિ તથા ગર્ભવતિ મહિલાઓથી દૂર રહેવું

}ઘરની અંદર હલનચલન ઓછંુ રાખવું

} કોઇપણ પ્રકારના લગ્ન, સમુહ મેળવડાથી દુર રહેવું

પરિવારજનો માટે સુચના

}કોઇપણ એકજ વ્યક્તિએ દર્દીના સંપર્કમાં રહેવું

}ખરાબ થયેલી ચાદર વગેરેને ખુલ્લી ચામડી સાથે સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું તથા તેને સાફ કરતી વખતે ગ્લોઝનો ઉપયોગ કરવો જરૂરી છે.

}ગ્લોઝ કાઢ્યા બાદ હાથ ધોવા

}ઘરમાં કોઇપણ મહેમાનોને આવવા ન દેવા

}દર્દીના સંપર્કમાં આવેલા કોઇ વ્યકતિને તકલીફ જણાય તો તેમણે પણ ઘરમાં 14 દિવસ કોરેન્ટાઇન હેઠળ રાખવા અને 14 દિવસ ફોલોઅપ લેવામાં આવશે અથવા રીપોર્ટ નેગેટીવ આવે ત્યાં સુધી

ઘરની સફાઇ

}દર્દીના સંપર્કમાં આવેલ તમામ વસ્તુઓ તથા જગ્યાઓની દૈનિક સફાઇ કરવી }શૌચાલયને દૈનિક ફીનાઇલ અથવા બ્લીચથી સાફ કરવા }દર્દીના કપડા અને અન્ય વપરાશમાં લીધેલી વસ્તુઓને અલગથી ધોવા

419 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ, આરોગ્ય કર્મચારીની જવાબદારી નક્કી કરાશે


જાહેર આરોગ્ય અંગે આ મુદ્દા ધ્યાને રાખવા

}હાથ વારંવાર સાબુથી અથવા હેન્ડ સેનિટાઇઝરથી ધોવા }પોતાના ઘરની વસ્તુઓ જેમ કે થાળી, વાડકી, કપ, પલંગ વગેરે બીજા વ્યકતિને ઉપયોગ ન કરવા દેવી }હંમેશા માસ્ક પહેરી રાખવું તથા 6થી 8 કલાક પછી બદલવુ તથા માસ્ક બદલ્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો }કોરેન્ટાઇન વ્યકતિના સંપર્કમાં આવેલા માસ્ક 5 ટકા બ્લીચ અથવા 1 ટકા સોડીયમ હાઇપોકલોરાઇટ સોલ્યુસનમાં નિકાલ કરવો અથવા સળગાવી દેવા તથા દાટી દેવા

કોરેન્ટાઇન વોર્ડમાં ન રહેવું હોઇ તો પોતાના ખર્ચે હોટલના રૂમમાં પણ રહી શકે છેે


હાલમાં પાલિકા દ્વારા સમરસ હોસ્ટેલમાં 500 બેડની સુવિદ્યાવાળું કોરેન્ટાઇન વોર્ડ સાકાર કર્યું છે. આ ઉપરાંત વેસુ હેલ્થ સેન્ટર ખાતે 25 બેડનો કોરેન્ટાઇન વોર્ડ 50 બેડ સુધી કરવામાં આવશે. અગર કોઇ દર્દીએ કોરેન્ટાઇન વોર્ડમાં ન રહેવું હોઇ તો પોતાના ખર્ચે હોટલ અથવા વીક એન્ડમાં પણ રહી શકે છે એમ કમિશનરે કહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...