આજે નાણામંત્રી અરુણ જેટલીને અગ્રણીઓ રજૂઆત કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મુંબઈ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા મન-મરજી કરી ઇમ્પૉર્ટ થતાં રફ હીરાની વિગતો ઉદ્યોગકારો પાસે માંગી છે. હીરાનું વિવરણ આપવું મુશ્કેલ હોવાની રજૂઆત હીરા ઉદ્યોગકારો દ્વારા મુંબઈ કસ્ટમ વિભાગને કરાઈ છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતાં આજે હીરા અગ્રણીઓ કેન્દ્રીય નાણામંત્રાલયને રજૂઆત કરશે. છેલ્લા સપ્તાહ દરમિયાન કસ્ટમ વિભાગના અધિકારીઓએ સર્ક્યુલર જાહેર કરી હીરાના વેપારીઓને રફ ડાયમંડની વિગત એડવાન્સમાં આપવા સૂચન કર્યું હતું. જોકે, આ ફતવા સામે નારાજગી વ્યક્ત કરતાં જીજેઇપીસી, અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા કસ્ટમ વિભાગને રજૂઆત કરતાં હીરાનું વિવરણ આપવું મુશ્કેલ હોવાનું જણાવાયું હતું. છતાં આ વાતને એક અઠવાડિયું વિતી જવા છતાં કોઈ નિરાકરણ આવી શક્યું નથી. હાલ વેકેશન ગાળો ચાલી રહ્યો હોઈ ત્યારે રફ ડાયમંડની ઇમ્પૉર્ટ મર્યાદિત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...