Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘પેમેન્ટ નહિ કરો તો ધંધો નહિ’ કહી ધમકી આપતા બે સામે ગુનો દાખલ
માર્કેટમાં કાપડના વેપારીને 1.58 લાખની ઉધરાણીમાં બે સાડીના વેપારીઓએ માર મારતા સલાબતપુરા પોલીસમાં ગુનો નોંધાયો છે. ઉપરાંત અન્ય એક ફરિયાદમાં યાર્નના વેપારીને ખરીદીની બાબતે માર માર્યો હતો. જેમાં પણ સરથાણા પોલીસમાં બે જણા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોડાદરા દેવતગામ રોડ પર સારથી એવન્યુમાં રહેતા અને આસ્થા માર્કેટમાં કાપડનો ધંધો કરતા રવિકુમાર છેલબિહારી પારેખે જાન્યુઆરીમાં મિલેનિયમ માર્કેટના સાડીના વેપારી હર્ષીલ અને તત્વેશ પાસેથી 60 દિવસની ક્રેડિટ પર 1.58 લાખનો કાપડનો માલ લઈને ત્રણ ચેકો પુરેપુરી રકમના આપ્યા હતા. દરમિયાન 35 દિવસમાં વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી. બેંકમાં ચેકો નાખી દેતા રિટર્ન થયા હતા. વેપારી રવિ પારેખની દુકાને તત્વેશે આવીને હર્ષીલ હીસાબ માટે દુકાને બોલાવે છે કહી વેપારી મિલેનિયમ માર્કેટમાં ગયો હતો. જયા પેમેન્ટ નહિ કરો તો ધંધો નહિ કરવા દઉ એમ કહી પગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને વેપારીઓ રવિને ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસે વેપારી હર્ષીલ અને તત્વેશની સામે ગુનો નોંધ્યો છે. અન્ય એક બનાવમાં સરથાણા ડાયમંડ નગરમાં યાર્નનો ધંધો કરતા દિપક ગોપાલકાંત અગ્રવાલને 13મી તારીખે સંદીપ સાથે અન્ય માણસોએ યાર્ન ખરીદી કેમ કરતો નથી એમ કહીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે સંદીપ અને અન્ય માણસો સામે ગુનો નોંધ્યો છે.
જયારે સરથાણામાં વેપારીને બે જણાએ માર માર્યો