તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FB એકાઉન્ટ હેક કરી બીભત્સ મેસેજ કરનાર સામે ગુનો દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમાં તેની 3 બહેનપણીઓને બિભત્સ મેસેજ અને વિડીયો કોલ કર્યા હતા. યુવતીની બહેનપણીએ આ અંગેનો સ્કીનશોર્ટ પાડી લીધો હતો. યુવતીનું જુનુ ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જતા તેણીએ તે ફેસબુક બંધ કરીને નવું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જયારે અજાણ્યાએ યુવતીનું જુનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમાં મેસેજ અને વિડીયો તેની બહેનપણીને કરતા મામલો સામે આવ્યો હતો. આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આવી જ રીતે વરાછાની 32 વર્ષીય પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને તેમાં પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો હતો. જેમાં પણ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...