તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રી પર ગેંગરેપ કરનારને ઠપકો આપવા ગયેલા પિતા પર હુમલો, સારવારના 13 દિવસ બાદ મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયા કિશોરીની છેડતી પણ કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે)ને આરોપી જય ખોખરિયાને હેરાન કરતો હતો. તેની છેડતી કરતો હતો. 6 મહિના પહેલા મોહિની સાથે જય અને તેના મિત્રોએ ગેંગરેપ ગુજાર્યો હતો. ત્યાર બાદ પણ મોહિનીને હેરાન કરવામાં આવતી હતી. બારેક દિવસ પહેલા જયે મોહિનીની છેડતી કરી હતી. તેથી મોહિનીએ તેના પિતા અને ભાઈને જય વિશે ફરિયાદ કરી હતી. મોહિનીના પિતા જયને ઠપકો આપવા કતારગામ હાથી મંદિર પાસે ગયા હતા. ત્યાં જય,તેનો ભાઈ જીતુ અને અન્ય પાંચ જણાએ મોહિનીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. પિતાને ચપ્પુથી ગંભીર ઇજા કરાઈ હતી. તે સમયે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. ત્યાર બાદ મોહિનીએ જય ખોખરિયા અને તેના સાગરિતો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મોહિનીના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 13 દિવસ બાદ મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પોલીસે હત્યાની કલમ ઉમેરી છે.મૃતકની અંતિમવિધિમાં હજારો લોકો જોડાયા હતા.

કતારગામની સગીરા પર જય ખોખરિયાએ મિત્રો સાથે બળાત્કાર ગુજાર્યો હતો, હત્યાની કલમ ઉમેરાઈ

_photocaption_મૃતક પિતાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો