તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગરના પરાળની ગાંસડી બનાવી પશુના ચારા તરીકે વેચાણથી આવક મેળવતા ખેડૂતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ડાંગરનો પાક લીધઆ બાદ રો-મટિરિયલ તરીકે બાકી વધતું ઘાસ કે જે પરાળ તરીકે ઓળખાય છે. વર્ષો અગાઉ પરાળને ખેડૂતો પોતાના દૂધાળા પશુઓ માટે પરાળ કાઢી લઈ શેષ પરાળ સળગાવી દેતા હતા. જેનાથી હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલી વાર ગાંસડી બનાવવાનું બેલ્ટ મશીન આવતાં પરાળના પુરિયા અેકઠા કરી તેમાંથી ગાંસડી બનાવીને ગુજરાતમાં જ નહી પરંતુ મુંબઈમાં પણ તેનું વેચાણ કરાઈ રહ્યુ છે. ખાસ કરીને ચીખલી, વલસાડ જેવા લોકલ વિસ્તારોમાં આ ઘાસને પશુપાલન માટે વાપરવામાં આવતા તેઓના વેપારી ખરીદી કરી જતાં હતા, પરંતુ પરાળને ત્યાં લઈ જવું બહુ મુશ્કેલ પડતું હતું. બેલ્ટ મશીનથી બનેલી ગાંસડી લઈ જવામાં સરળ રહેતા તેની માગણીમાં પણ વધારો થયો છે. આ ગાંસડી સોરાષ્ટ્ર, મહેસાણા તેમજ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે મુંબઈના વેપારીઓએ પણ લેવાનુ શરૂ કર્યું છે. સુરતની આસપાસના ગામોમાં 15 ઓક્ટોમ્બર પછી ડાંગરની ખેતીની સિઝન પૂર્ણ થતાં તેના પરાળમાંથી ગાંસડીઓ બનાવાઈ રહી છે. આ ઘાસ માટે વેપારીઓ એક એકર દીઠ 8થી 10 હજાર જેટલો ભાવ આપે છે, તેવું ખેડુત અગ્રણી જયેશ પટેલનું કહેવુ છે. તસવીરમાં ઓલપાડ તાલુકાના બરબોધાન ગામે મોટા પ્રમાણમાં ઘાંસડીનો જથ્થો નજરે પડે છે. તસવીર - રિતેશ પટેલ

પોઝિટિવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો