‘દિવ્ય ભાસ્કર’માં નોકરી માટે યુવાનોને ઉત્તમ તક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘દિવ્ય ભાસ્કર’માં નોકરી મેળવવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે ઉત્તમ તક છે. આજથી યુવક-યુવતીઓની પ્રોજેક્ટ માટે પ્રમોટર ભરતી કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે ભરતી થવા ઇચ્છુક ઉમેદવારો દિવ્ય ભાસ્કર ઓફિસ, બીજા માળે, વીઆઈપી પ્લાઝા, વીઅાઈપી અલથાણ રોડ, વેસુ તા. 13, 14, મે ના રોજ સવારે 11થી બપોરે 5 વાગ્યા સુધીમાં બાયોડેટા સાથે રૂબરૂ મળી શકશે.

પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં યુવક-યુવતીઓની ભરતી કરવાની હોઈ ઇચ્છુક યુવક-યુવતીઓ સુરત‘દિવ્ય ભાસ્કર’ના કાર્યાલયનો સંપર્ક કરી શકે છે. દિવ્ય ભાસ્કર વધુ વિકાસ માટે એક મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે જ અનેક યુવક-યુવતીઓને રોજગાર મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એક પખવાડિયામાં અનેક બેરોજગાર યુવાનોએ દિવ્ય ભાસ્કરના પ્રોજેક્ટમાં જોડાઈને રોજગારી મેળવી છે. રૂપિયા કમાવા ઇચ્છતા યુવક-યુવતીઓ માટે આ એક ઉત્તમ તક છે. આ માટે ઉચ્ચ અભ્યાસની જરૂર નથી. ધોરણ-12 પાસ યુવક-યુવતી પણ જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...