તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરરોજ બે સગીરા ઘરેથી ભાગી રહી છે, બે દિવસમાં 4 ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: શહેરમાં દરરોજ સરેરાશ બે સગીરાઓ પ્રેમના ચક્કરમાં ઘર છોડીને ભાગી રહી છે. પોલીસ આ નાબાલિગ છોકરીઓને પકડયા બાદ સુધારગૃહમાં મોકલી આપે છે જ્યારે છોકરાઓને પોલીસ જેલમાં બંધ કરી દે છે. આમાં સૌથી મોટી સમસ્યા એ છેકે ઘરથી ભાગ્યા બાદ આ સગીરાઓ પરત ફરવા પણ તૈયાર નથી. બાળ સુધાર ગૃહમાં 150 એવી સગીરાઓ છે જેમને લેવા પરિવાર વાળા આવતા નથી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આંકડા મુજબ દરરોજ 13થી 16 વર્ષ વયની છોકરીઓના ઘરેથી ભાગવાના બનાવ બને છે. જેમને ફોસલાવવા વાળા પુખ્ત વયના હોય છે. સૂત્રોથી મળેલી માહિતી મુજબ બાળ સુધાર ગૃહમાં બે સગીરાઓ ગર્ભવતી છે. ગત વર્ષે બાળ સુધાર ગૃહ અને નારી સંરક્ષણ ગૃહમાં 10 છોકરીઓની પ્રસુતિ કરાવી હતી. ગત 7 અને 8 જાન્યુઆરીના દિવસો દરમિયાન સગીરાના ઘરેથી ભાગવાના 4 બનાવો બન્યાં હતાં. લિંબાયત પોલીસ સ્ટેશનમાં 16 વર્ષ અને વરાછા પોલીસ મથકે 15 વર્ષની વયની સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી. પુણા પોલીસ મથકે 17 અને અમરોલી પોલીસ મથકે 16 વર્ષની વયની છોકરીઓના ઘરેથી ભાગવાની ફરિયાદ દાખલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો