એવરશાઇન ટીમ વિજેતા, મેન ઓફ ધી સિરીઝ ડો.યોગેશ થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

CRICKET TOURNAMENT

સિટી રિપોર્ટર . સુરત

ભેંસાણના વાલિબા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોળી પટેલ સમાજના ડોક્ટર્સ વચ્ચે ક્રિક્રેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આ‌વ્યું હતું જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં એવરશાઇન ટીમ વિજેતા જાહેર થઈ હતી. જે ટીમોએ ભાગ લીધો હતો તેમાં તેજ આઇ-11, 12 વોરિયર્સ, લાઇફ લાઇન-11, એવરશાઇન-11 અને ન્યુરોન નોઇઝર-11એ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં એવરનેશ-11 અને અસ્તિત્વ-11 ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં એવરશાઇન-11 ડોક્ટરોની ટીમ વિજેતા જાહેર થઈ હતી. અસ્તિત્વ-11ના ડો.આશિષને બેસ્ટ બેટ્‌સમેન ઓફ ધી ટુર્નામેન્ટ, મેન ઓફ ધી સિરીઝ ડો.યોગેશ, મેન ઓફ ધી મેચ ડો.રાજેશ, બેસ્ટ બોલર તરીકે ડો.ભાવિક તથા બેસ્ટ ફિલ્ડર તરીકે ડો.જીજ્ઞેશને ટ્રોફી આપવામાં આવી હતી. જહાંગીરપુરા મોરાભાગળના ડોક્ટર્સ દ્વારા વુમન ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમ બ્લુ અને ટીમ ઓરેન્જ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં ટીમ બ્લુ વિજેતા થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...