તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલમાં ઇવનિંગ કોલેજ સતત ત્રીજી વાર વિજેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ પી.ટી. સાયન્સ કોલેજ ખાતે યોજાયેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં ઇવનિંગ કોલેજ સતત ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. ઇવનિંગ કોલેજે પહેલા ક્વાર્ટર ફાઇનલમાં એસ.બી.ગાર્ડા કોલેજ, નવસારી ને 2-0 થી ત્યારબાદ સેમી ફાઇનલમાં કે.બી.એસ કોલેજ વાપીને 2-1 થી હરાવી ફાઇનલમાં પ્રવેશી હતી. ફાઇનલમાં ઇવનિંગ કોલેજનો સામનો ડી.આર.બી કોલેજ, ભરથાણાથી થયો હતો, જેમાં 2-1થી વિજય મેળવી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. ફાઇનલમાં યામીન બાપોરિયાએ 2 ગોલ ફટકાર્યા હતા. વિજેતા ટીમમાં કેપ્ટન સુજીત, સલીમ, રુહુલ, પાર્થ, વાહેદ, ઉઝૈર, વહાબ, ફૈઝાન, સલાઉદ્દિન, સાહિદ, સૂફિયાન, ફહદ, અનસ, સાબીર, યામીન, સાહિલ અને કોલેજ ઇન્ચાર્જ રીના ચૌહાણ સામેલ હતાં. ટીમના સભ્યોને જીમખાના કમિટીના ચેરમેન ડો. અમિત પટેલ અને સભ્યો દિવ્યેશ મહેતા, હેમિના અધ્વર્યુ, દર્શન ઠાકોર અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...