તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિસ્તોલ અને રાઇફલ શૂટિંગમાં ઇવનિંગ કોલેજ ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ રાઇફલ શૂટિંગ સ્પર્ધા આર્ટ્સ અેન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંજલિ ગોસ્વામીએ 400 માંથી 355, રૂહી ગર્ગે 400માથી 353 અને અનુશ્રી રાયે 400માથી 327 પોઇન્ટ સ્કોર કરી કુલ 1035નો સ્કોર કર્યો હતો. અે જ રીતે વિનીતા ચોધરીએ 400માથી 331, સલોની ગુપ્તાએ 400માથી 329 અને કીર્તી મોરએ 400માથી 321 પોઇન્ટ સાથે 981 અંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ પરફોર્મન્સના લીધે ઇવનિંગ કોમર્સ કોલેજ આ સ્પર્ધામાં ચેમ્પિયન થઈ હતી. સાથે જ વિનીતા પટેલે 600માથી 515 અને ભરત સિંહ દેવડાએ 600માંથી 494નો સ્કોર કરી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામી હતી.

અન્ય સમાચારો પણ છે...