તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 દિવસ બાદ પણ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટને મુલાકાત માટે ફુરસદ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજીરામાં ત્રણ વર્ષની બાળા પર થયેલા બળાત્કારને મામલે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, ઘટનાને 3 દિવસ થયા છતાં તેમના પરિવારની સુધ લેવા ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ કે હોદ્દેદારોને હજુ સમય મળ્યો નથી. શહેરમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ કે રાજકીય નેતાઓએ પણ હજુ ઘટના મામલે પરિવારની મુલાકાત સુદ્ધાની તસ્દી લીધી નથી. એટલું જ નહીં રાજ્ય સરકાર તરફથી આવી પીડિતા બાળકીઓને અપાતી આર્થિક સહાય પણ અત્યાર સુધી આ બાળકીને પહોંચી નથી. બીજી તરફ પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે ઉછીના રૂપિયા લેવાની નોબત પડી છે. આ મામલે બાળકીના પિતાની દારૂણ સ્થિતિ રાજ્ય સરકારની ગ્રાન્ટની આવશ્યકતા પણ વર્ણવતી હતી. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર જયેન્દ્ર ઠાકોર સાથે આ મામલે વાતચીત કરવા ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

પિતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ગયા વર્ષ મારો દિકરાનો જન્મ પહેલા મોત થયું અને હવે નવાવર્ષનો આરંભ થતા મારી લાડકી દિકરી સાથે નરાધમે આ કૃત્ય કર્યુ, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી ત્રણ વર્ષની બાળકીને જયારે માતા-પિતા આ બાબતે પૂછે તો પણ તે રડવા લાગે છે એટલી બાળકી ગભરાયેલી છે. બાળકી ખાવાનું ખાય છે તે પણ વોમીટ થઈ જાય છે. પ્રાઈવેટ પાર્ટમાં સર્જરી કરી હોવાથી તેને દુખાવો થતા તે સુઈ પણ શકતી નથી.

બાળકી બચાવોના નારા લગાવતા નેતાઓ સુધ્ધાં પીડિતા બાળકીને જોવા ફરક્યા નહીં
અન્ય સમાચારો પણ છે...