અર્વાચીન વિવેચનકળાના આર્દ્યદૃષ્ટા : વિજયરાય વૈદ્ય (1897-1974)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે કળા જગતના પંડિત રવિશંકર, વિલિયમ વડ્ઝ્વર્થ અને ગુજરાતી વિવેચક વિજયરાય વૈદ્યનો જન્મદિવસ છે. ભાવનગરમાં જન્મેલા વિજયરાય, ભાવનગર અને મુંબઈમાં ભણ્યા હતા. તેમની શરૂની કારકિર્દી બેંકમાં કેશિયર હતા અને હિન્દુસ્તાન, ચેતન અને ગુજરાત જેવા સામયિકોના સંપાદક તરીકે પણ રહ્યા હતા. વિજયરાય સુરતની પ્રસિદ્ધ એમ.ટી.બી. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક પણ રહ્યા હતા. લેખક અને વિવેચક તરીકે વિજયરાયનું હીર કૌમુદી અને માનસી સામયિકોના તંત્રી બન્યા પછી ઝળકી ઊઠ્યું હતું. તેમની સાહિત્યિક કારકિર્દીનું પ્રમુખ અંગ પત્રકારત્વ હતું. સાહિત્યિક સામયિકોમાં વિજયરાયે સાહિત્યિક પત્રકારત્વના ઊંચા ધોરણો પ્રસ્થાપિત કર્યા હતા. સાહિત્ય દર્શન, જુઈ અને કેતકી, ગુજરાતી સાહિત્યની રૂપરેખા, ગત શતકનું સાહિત્ય, ન્હાનાલાલ કવિની જીવન દૃષ્ટિ, લીલા-સૂકા પાન (નર્મદના દાંંડિયોના ઉપલબ્ધ અંકોનું સંકલન), નીલમ અને પોખરાજ, માણેક અને અકીક, પ્રભાતનો રંગ, નાજુક સવારી વગેરે વિજયરાય વૈદ્યના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનો છે. પત્રકાર અને સાહિત્યકાર વિજયરાય વૈદ્યનું 17 એપ્રિલ 1974ના રોજ અવસાન થયું.

અન્ય સમાચારો પણ છે...