તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઇઝનના દરેક કેસને હવે મેડિસિન વિભાગમાં જ દાખલ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સિવિલમાં પોઇઝનના ત્રણ દર્દીઓને કયાં વિભાગમાં દાખલ કરવા લઇને ભારે વિવાદ થયો હતો. જેને લઇ સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, આરએમઓ ડો.કેતન નાયક, તેમજ ઈમરજન્સી મેડિસીન વિભાગના એચઓડી સર્જરી વિભાગના એચઓડી અને મેડિસીન વિભાગના એચઓડીની બુધવારે મિટિંગ થઈ હતી. જેમાં આ બાબતે ચર્ચા વિચારણા બાદ હવે પછી પોઈઝનના તમામ કેસમાં દર્દીને મેડિસીન વિભાગમાં દાખલ કરવાનો તેમજ સર્જરી વિભાગના તબીબ દર્દીને તપાસ્યા બાદ જરૂર જણાય તો સર્જરી વિભાગમાં ટ્રાન્સફર કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...