તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લશ્કરના 46 જવાનોને ઇ- બેલટ મોકલવામાં આવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઃ લશ્કરના જવાનો લોકસભા ચૂંટણીમાં પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત સંસદીય મત વિસ્તારના 46 જવાનોને ચૂંટણી અધિકારી દ્વારા ઇ-બેલેટ મોકલી આપવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં કુલ 354 જેટલા સર્વિસ વોટર્સ છે. ચૂંટણી અધિકારી દ્વારા 46 જવાનો માટે જે-તે લશ્કરના કમાન્ડિંગ ઓફિસરને ઇમેલ કરીને ઇ-બેલેટ પેપર મોકલી આપ્યા છે. આ સાથે બીજો મેઇલ કરીને પાસવર્ડ મોકલાશે.જવાનો બેલેટ પેપર ડાઉનલોડ કરીને મત આપી સિલબંધ કવરમાં પોસ્ટ કરી ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...