તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં બહેનને મળવા માટે જતી મહિલાનું ડમ્પર અડફેટે મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર. સુરત | હીરાબાગ પાસે પગપાળા રસ્તો ઓળંગતી વખતે પુરપાટ ઝડપે પસાર થતા ડમ્પર ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું. તેઓ કતારગામમાં રહેતા બહેનને મળવા નીકળ્યા હતા. અકસ્માતના અન્ય બનાવમાં રાંદેર તાડવાડી ચાર રસ્તા પાસેથી વૃદ્ધનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

રાંદેરમાં અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા વૃદ્ધનું મોત
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાપોદ્રા જનતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા ચંદ્રિકાબેન જયંતીભાઈ વાઘેલા(58) મુળ ગારીયાધારના સુર નગરના વતની હતા. રવિવારે બપોરે તેઓ કતારગામ ખાતે રહેતા પોતાના બહેનને મળવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. હીરાબાગ પાસેથી તેઓ પગપાળા રસ્તો ઓળંગતા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રીકાબેનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ રવિવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગેની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં વધી રહેલા અકસ્માતના બનાવો વચ્ચે અન્ય એક બનાવમાં રાંદેર નવયુગ કોલેજ પાસે ગુરૂગોવિંદ નગર ખાતે રહેતા સુરેશચંદ્ર લાલજી મિસ્ત્રી(72) નિવૃત્ત જીવન વિતાવતાં હતા. રવિવારે બપોરે તેઓ રાંદેર તાડવાડી ચાર રસ્તા પાસેથી પગપાળા પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા કોઈક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુરેશચંદ્રભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં માતમ ફેલાયો છે. અકસ્માતના બનાવની જાણ થતા રાંદેર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધતા જતા અકસ્માતને પગલે પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે કડકાઈથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવે એ જરૂરી જણાઈ રહ્યું છે. આ બંને મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી પૂરપાટ ઝડપે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકોને શોધખોળ માટે પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો