તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવર નશામાં હોવાથી ટ્રેક્ટર પલટ્યું, દબાયેલા મજૂરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડુમસ રોડ સાયલન્ટ ઝોન જવાના રસ્તા પાસે પીધેલા ડ્રાઇવરે ટ્રેક્ટર બેફામ હંકારી પલટી ખવડાવી દેતાં ટ્રેક્ટર નીચે દબાતા આધેડનું મોત થયું હતું. ગવીયર ગામ હળપતી વાસ ખાતે રહેતા છનાભાઈ બુધીયાભાઈ રાઠોડ(55)મજૂરી કામ કરતા હતા. શનિવારે રાત્રે તેઓ ટ્રેક્ટરમાં બેસી ઓએનજીસી ખાતે પાણી ખાલી કરવા ગયા હતા. પરત ફરતી વેળા દારૂના નશામાં ધુત ટ્રેક્ટર ડ્રાઇવર ચંદ્રભાનસિંગ શ્રીરામબલીસિંગ રાજપુત ઉર્ફે પપ્પુએ ટ્રેક્ટર બેફામ હંકારી સાયલન્ટ ઝોન જવાના રસ્તા પર કેનાલ પાસે પલટી ખવડાવી દીધી હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર નીચે દબાઈ જતા છનાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ડુમસ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં ડ્રાઇવર દારૂના નશામાં હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...